________________
सूत्रार्थमुक्तावलिः
હ્રયણુક સ્કન્ધાત્મક હોવાથી તે એક પ્રદેશ અવગાઢ છે અથવા દ્વિપ્રદેશ અવગાઢ છે. જુદા દ્રવ્યોને આશ્રયિને આ નિયમથી સર્વલોકમાં જ છે. એ પ્રમાણેની વિચારણા તે ક્ષેત્રદ્વાર.
८६
એક દ્રવ્યની અપેક્ષાએ આનુપૂર્વી દ્રવ્યો સંધ્યેય ભાગને, અસંખ્યેય ભાગને, સંખ્યાતા ભાગોને, અસંખ્યાતા ભાગોને અથવા સર્વલોકને સ્પર્શે છે. વળી અનેક દ્રવ્યોની આપેક્ષાએ નિયમથી સર્વલોકને સ્પર્શે છે. એક દ્રવ્યની અપેક્ષાએ અનાનુપૂર્વી દ્રવ્યો અસંખ્યાતાદિ ભાગને સ્પર્શતો નથી. કિન્તુ અસંખ્યાત ભાગને સ્પર્શે છે. વળી જુદા જુદા દ્રવ્યોની અપેક્ષાએ નિયમથી સર્વ લોકને સ્પર્શે છે. આ પ્રમાણે અવક્તવ્યક દ્રવ્યપણ કહેવું.
પરંતુ સ્પર્શના છ દિશામાં રહેલા પ્રદેશો વડે તેની બહાર પણ હોય છે. તેમજ પ૨માણુદ્રવ્યને આશ્રયિને પરમાણુદ્રવ્ય એક જ આકાશ દ્રવ્યમાં અવગાઢ છે. તેની સ્પર્શના સપ્ત પ્રદેશિકી છે. તે પ્રમાણે અન્યત્ર વિચારવું, આ સ્પર્શના દ્વાર છે.
એક દ્રવ્યની અપેક્ષાએ આનુપૂર્વી દ્રવ્યોનો જઘન્યથી એક સમય અવસ્થિતિ કાલ છે. કારણ કે, તેનાથી આગળ એક પરમાણુ વિગેરેનું સંયોગ અથવા વિયોગ થવામાં પરિણામાન્તરની પ્રાપ્તિ થાય છે અને જયારે તે જ આનુપૂર્વી દ્રવ્યો તે પોતાના ભાવમાં અસંખ્યકાળ સુધી રહીને ત્યાર પછી પરમાણુ વિગેરેથી વિયુક્ત થાય છે ત્યારે ઉત્કૃષ્ટથી અસંખ્ય સમય અવસ્થિતિ કાલ છે. ઉત્કૃષ્ટ એવી પણ પુદ્ગલ સંયોગની સ્થિતિ એ અસંખ્યકાલ સ્વરૂપ હોવાથી અનંતકાળ તેની અવસ્થિતિ નથી. અનેક દ્રવ્યોની અપેક્ષાએ ‘સર્વોદ્ધા' (સર્વકાલ સ્થિતિ છે.) કારણ કે, આનુપૂર્વી દ્રવ્યથી રહિત એવા કાળનો અભાવ છે. અનાનુપૂર્વી અને અવક્તવ્યક દ્રવ્યોમાં પણ આ પ્રમાણે જ કાળ જાણવો. આ પ્રમાણે કાલદ્વા૨ છે.
એક દ્રવ્યની અપેક્ષાએ આનુપૂર્વી દ્રવ્યનું અંતર જઘન્યથી એક સમય છે. વળી ઉત્કૃષ્ટથી આનુપૂર્વીત્વના પરિત્યાગ અને પુનર્લોભના અંતરમાં અનંતકાળ પ્રાપ્ત થાય છે. જ્યારે ભિન્ન એવા આનુપૂર્વી દ્રવ્યોને ભેદીને તેના પરમાણુઓ અન્ય પરમાણુ વ્યણુક-ત્ર્યણુક વગેરે સ્કન્ધોમાં અનંતાણુક સ્કન્ધ સુધીના અનંત સ્થાનોમાં ઉત્કૃષ્ટ અંતરનો અધિકાર હોવાથી (વિચાર હોવાથી) ઘણી વખત દરેક સ્થાનોમાં ઉત્કૃષ્ટ સ્થિતિને અનુભવતા રહે છે અને આ પ્રમાણે પર્યટન કરીને કાલના અનંતપણાને કારણે વિસ્રસાદિ (કુદરતી) પરિણામથી જ્યારે તે જ પરમાણુઓ વડે તે જ આનુપૂર્વી દ્રવ્યો નિષ્પન્ન થાય છે. ત્યારે અનંત એવો ઉત્કૃષ્ટ અંતર્કાલ પ્રાપ્ત થાય છે. કારણ કે, કાલ અનંત છે. જુદા જુદા દ્રવ્યોની અપેક્ષાએ અંતર નથી. અનંતાનંત આનુપૂર્વી દ્રવ્યથી લોક હંમેશા અશૂન્ય છે. (શૂન્ય નથી.) એક દ્રવ્યની અપેક્ષાએ અનાનુપૂર્વી દ્રવ્યનું અંતર જઘન્યથી એક સમય છે. ઉત્કૃષ્ટથી અસંખ્યાતા કાળ છે. તે જ અનાનુપૂર્વી દ્રવ્ય બીજા એવા પરમાણુ હ્રયણુક વિગેરે કોઈ દ્રવ્યની સાથે સંયોગ પામીને અસંખ્યાત કાલ સુધી રહીને જ્યારે ફરીથી તે જ (અનાનુપૂર્વી) દ્રવ્યના સ્વરૂપને ભજે છે ત્યારે ઉત્કૃષ્ટ અંતરકાલ અસંખ્યાતા પ્રાપ્ત થાય છે. જુદા દ્રવ્યની અપેક્ષાએ અંતર નથી.