________________
सूत्रार्थमुक्तावलिः સંજ્ઞાસંગ્નિનું કથન તે અર્થપદ પ્રરૂપણતા છે.
આનુપૂર્વી વિગેરે પદ તે સંજ્ઞા છે અને ચણક સ્કન્ધ વિગેરે તે સંજ્ઞી છે અને તે બન્નેનું કથન જેમ કે ત્રણ પરમાણુથી ઘટિત તે ત્રિપ્રદેશિક સ્કન્ધ આનુપૂર્વી એમ કહેવાય છે. એ પ્રમાણે ચતુપ્રદેશકઃ આનુપૂર્વી કહેવાય છે. એ જ પ્રમાણે દશ પ્રદેશિકઃ સ્કન્ધ, સંખ્યક પ્રદેશિક, અસંખ્યક પ્રદેશિક-અનંત પ્રદેશિક સ્કન્ધ આનુપૂર્વી કહેવાય છે. બીજા પરમાણુથી રહિત એકલો પરમાણુ તે અનાનુપૂર્વી કહેવાય છે અને દ્ધિપ્રદેશિક અવક્તવ્યક કહેવાય છે. ઘણા ત્રિપ્રદેશિક સ્કન્ધો તે આનુપૂર્વી કહેવાય છે અને ઘણા એકલા પરમાણુઓ તે અનાનુપૂર્વીઓ કહેવાય છે અને ઘણા ચણક સ્કંધો તે “અવેજીનિ ' અવક્તવ્યો કહેવાય છે. એ પ્રમાણે સંજ્ઞા-સંજ્ઞીનું કથન તે અર્થપદ પ્રરૂપણતા છે. જયાં આદિ-મધ્ય-અંત સ્વરૂપ અનુક્રમનો સંભવ છે તે જ આનુપૂર્વી શબ્દથી વાચ્ય છે અને તે ત્રિપ્રદેશિક સ્કંધ વિગેરે સ્વરૂપ જ છે. પરંતુ એક પરમાણું નહિ, કારણ કે, એક પરમાણમાં આદિ-મધ્ય-અંતના વ્યવહારનો અભાવ છે. એમ લયણુક સ્કન્ધ પણ નહિ, કારણ કે ત્યાં પણ મધ્યમ વ્યવહારનો અભાવ છે. જેનાથી પરમાં કોઈ છે. પરંતુ પૂર્વમાં કોઈ નથી તે આદિ અને તક્ષણ તે આદિત્વ અને જેનાથી પૂર્વમાં કોઈ છે. પણ પરમાં કોઈ નથી તે અંત, તપણુ તે અનંતત્વ આદિ અને અંત એ બન્નેની વચ્ચેપણું તે મધ્યત્વ, જો કે સંપૂર્ણ ગણના અનુક્રમના અભાવવાળા એવા પણ હયણુક સ્કન્દમાં બે પરમાણુઓનો પરસ્પર પૂર્વ પશ્ચાદ્ વિદ્યમાન ભાવ હોવાથી આનુપૂર્વીત્વના પ્રસંગની શંકા થાય તો પણ કોઈ મધ્યનો અભાવ હોવાથી અસાંર્યથી પૂર્વ-પશ્ચિાદ્ભાવ પ્રસિદ્ધ જ છે અને પરસ્પરની અપેક્ષાથી પૂર્વ પશ્ચાદ્ભાવ વિદ્યમાન હોવાથી ધયણુક સ્કન્ધનું અનાનુપૂર્વીત્વ પણ નથી. તે કારણથી આનુપૂર્વારૂપે અથવા અનાનુપૂર્વારૂપે કહેવાને અશક્ય હોવાથી ધયણક સ્કન્ધ અવક્તવ્યક જ છે.
જો કે એક વચનને આશ્રયિને ત્રિપ્રદેશિક સ્કન્ય આનુપૂર્વી એ પ્રમાણે કહેવાથી જ સંજ્ઞાસંશિના કથનના સ્વરૂપવાળી અર્થ પદ પ્રરૂપણતા નિષ્પન્ન થઈ જતી હોવાથી ત્રિપ્રદેશિક સ્કન્ધોએ આનુપૂર્વીઓ કહેવાય છે. ઇત્યાદિ બહુવચનનો નિર્દેશ વ્યર્થ છે, તો પણ આનુપૂર્વી દ્રવ્યોના દરેક ભેદ અનંત વ્યક્તિ સ્વરૂપ છે. એમ કહેવા માટે અને નૈગમ વ્યવહારમાં આ પ્રમાણેનો સ્વીકાર બતાડવા માટે બહુવચનનો નિર્દેશ છે.
અહીં ચણક-ચતુરણુક વિગેરે આનુપૂર્વી દ્રવ્યો-અનાનુપૂર્વી અને અવક્તવ્યકથી ઘણા છે તે આનુપૂર્વી દ્રવ્યોથી અનાનુપૂર્વી દ્રવ્યો અલ્પ છે અને અનાનુપૂર્વી દ્રવ્યો કરતા પણ અવક્તવ્યક દ્રવ્યો અલ્પતર છે એમ જાણવું.
અર્થ પદ પ્રરૂપણતાનું પ્રયોજન ભંગ સમુત્કીર્તન છે. કારણ કે સંજ્ઞા-સંશિનું નહિ કરાય છતે સંજ્ઞા વિના વિષયવિનાના ભંગોની નિરૂપણ કરવાને અશક્ય છે.