________________
सूत्रार्थमुक्तावलिः પૂર્વાનુપૂર્વી વિગેરે ક્રમથી રચવાનું જેનું પ્રયોજન છે તે અનૌપનિધિકી, જે આનુપૂર્વીમાં પૂર્વાનુપૂર્વી ક્રમથી રચના કરાતી નથી, ત્રણ વિગેરે પરમાણુથી નિષ્પન્ન કંધના વિષયવાળી આનુપૂર્વી અનૌપનિધિની એમ કહેવાય છે. આનુપૂર્વી એટલે પરિપાટી, અનૌપનિધિની આનુપૂર્વી ઋણુક વિગેરે અનંતાનુક સુધીના એક એક સ્કલ્પરૂપે અભિપ્રેત છે. સ્કન્ધની અંદર રહેલ ત્રણ વિગેરે પરમાણુની નિયત કોઈ પરિપાટી છે નહિ, કારણ કે, તેઓ વિશિષ્ટ એક પરિણામથી પરિણત થયેલ છે. તેથી તેવી રીતે અહીં આનુપૂર્વીત્વ તેવી રીતે થાય, તમારી વાત
સત્ય છે.
આદી-મધ્ય અને અનંતાભાવથી નિયત પરિપાટીથી તેઓમાં વ્યવસ્થાપનની યોગ્યતાનો સદ્ભાવ છે. તેના આશ્રયથી આનુપૂર્વીત્વનો વિરોધ નથી.
अथ बहुतरवक्तव्यत्वादादावनौपनिधिकीमाह-- अनौपनिधिकी द्वेधा नैगमव्यवहारयोः सङ्ग्रहस्य च ॥२६॥
अनौपनिधिकीति, अस्यां आनुपूर्व्या नयवक्तव्यताश्रयणाद्रव्यास्तिकनयमतेन नैगमव्यवहारसंमता सङ्ग्रहसंमता चेति द्वैविध्यं भवतीति भावः, पर्यायविचारस्याप्रकान्तत्वेन पर्यायास्तिकमतेन तस्या अनिरूपणादिति ॥२६॥
હવે ઘણું કહેવાનું હોવાથી પહેલા અનૌપનિધિની કહે છે - નિગમવ્યવહારની અનૌપનિધિકી અને સંગ્રહની અનૌપનિધિકી એમ અનૌપનિધિની બે પ્રકારે છે.
આ આનુપૂર્વી નવક્તવ્યતાના આશ્રયથી દ્રવ્યાસ્તિકાય નયના મતે નૈગમ-વ્યવહારને સંમત અને સંગ્રહને સંમત એમ બે પ્રકાર છે. પર્યાય વિચાર પ્રસ્તુત નહિ હોવાથી પર્યાયાસ્તિક મતે તેનું નિરૂપણ નથી.
तत्र नैगमव्यवहारसम्मतामाद्यामाह--
प्रथमाऽर्थपदप्ररूपणताभङ्गसमुत्कीर्तनताभङ्गोपदर्शनतासमवतारानुगमभेदात् પથા રા
प्रथमेति, नैगमव्यवहारसम्मताऽनौपनिधिकी द्रव्यानुपूर्वीत्यर्थः । पञ्चधेति, अर्थपदप्ररूपणता भङ्गसमुत्कीर्तनता भङ्गोपदर्शनता समवतारोऽनुगमश्चेति पञ्चविध इत्यर्थः, उक्तद्रव्यानुपूर्व्या उक्तनयद्वयमतेन स्वरूपस्य निरूपणादिति भावः ॥२७॥
ત્યાં નૈગમવ્યવહાર સંમત એવી પહેલા અનોપનિધિકી કહે છે.