________________
सूत्रार्थमुक्तावलिः એક પ્રદેશથી બનેલો હોય તે પરમાણુ, બે પ્રદેશથી બનેલો હોય તે ક્રિપ્રદેશિક, ત્રણ પ્રદેશથી બનેલો હોય તે ત્રિપ્રદેશિક એ રીતે યાવત્ અનંત પ્રદેશથી બનેલો હોય તે અનંત પ્રાદેશિક આ સર્વે દ્રવ્ય સ્વરૂપ હોવાથી પ્રમેય સ્વરૂપ છે. તો તેઓનું પ્રમાણત્વ કેવી રીતે આવો પ્રશ્ન ન કરવો.
પ્રસ્થક વિગેરે માપથી પુંજ રૂપે (સમૂહરૂપે) કરાયેલ દ્રવ્યાદિનો લોકમાં આ પ્રસ્થક વિગેરે પંજ કરાયેલ રહે છે, ઇત્યાદિ વ્યવહારથી દ્રવ્ય પણ કર્મ છે. સાધન જેનું એવા પ્રમાણ શબ્દથી વાચ્ય છે. તદ્ તત્ પ્રદેશ નિષ્પન્નત્વ એવા સ્વરૂપવાળું દ્રવ્ય કરણ વ્યુત્પત્તિથી મુખ્ય પ્રમાણ છે. કારણ કે ઉપચારથી તેના સ્વરૂપનો યોગ થાય છે. વળી ભાવ વ્યુત્પત્તિમાં તો પ્રમિતિ મુખ્ય પ્રમાણ છે, કારણ કે પ્રમાણનો પ્રમેયમાં ઉપચાર થાય છે.
ધાન્યના માપ વિગેરે સ્વરૂપ તો પોતાનામાં રહેલા પ્રદેશના આશ્રયિને નહિ. પરંતુ માનઉન્માન વિગેરે પાંચ પ્રકારના વિભાગથી થાય છે ત્યાં ધાન્ય વિષયવાળું અને રસવિષયવાળું માન છે. ધાન્યમાં અમૃતિ-પ્રસૃતિ વિગેરે માન છે. નીચામુખવાળા હાથના તળીયા સ્વરૂપ માપ તે અસૃતિ, તેનાથી મપાયેલ ધાન્ય પણ અસૃતિ કહેવાય છે. બે અસૃતિથી નિષ્પન્ન નાવડીના આકારપણે રહેલ, સીધા બે હાથના તળીયારૂપ તે પ્રસૃતિ તે પ્રમાણે સેતિકા કુડવ-પ્રસ્થક વિગેરે જાણવા.
મઘ વિગેરે રસ છે તેના વિષયવાળું માપ રસમાન પ્રમાણ કહેવાય છે.
ધાન્ય-દ્રવ્ય (પ્રવાહી) સ્વરૂપ ન હોવાથી શિખા થાય છે, રસ સ્વરૂપ હોવાથી શિખા થતી નથી. આથી બાહ્ય શિખાનો અભાવ હોવાથી ધાન્યના માપથી ચાર ભાગ વૃદ્ધિથી યુક્ત સેતિકા વિગેરે કરાય છે તે રસમાન પ્રમાણ કહેવાય છે.
(૨૫૬) બસોછપ્પન પલના માપવાળું મણિકા નામનું રસનું માપ છે. તેનો જ મણિકાના જ બત્રીશમાં ભાગે રહેલ હોવાથી અષ્ટપલ માપવાળું ‘ત્રિશા’ વાળું માપ છે. તે મણિકાનું સોળમાં ભાગે રહેલું હોવાથી ૧૬ પલ માપવાળું ‘પોશિi' નામનું માપ છે. વિગેરે માપો અનુયોગદ્વારમાંથી જાણવા.
જે ચોક્કસ સ્વરૂપે વ્યવસ્થાપ્ય છે તે ઉન્માન, જેમ કે પલનો આઠમો ભાગ તે અર્ધકર્ષ, પલનો ચોથો ભાગ એટલે કર્ષ, પલના અડધાનો અડધો તે અર્ધપલ,
જે હાથ વિગેરેથી જે મપાય છે તે અવમાન, ખાઈ વિગેરે, ચોવીશ અંગુલના માપવાળો તે હાથ હોય છે. ચાર હાથથી દંડ-ધન-યુગ-નાલિકા-અક્ષ-મુશલ રૂપ છ સંજ્ઞા પ્રાપ્ત થાય છે. હાથ વડે ઘર મપાય છે. કૃષિ કર્મવાળું ક્ષેત્ર દંડથી મપાય છે. માર્ગના વિષયમાં ધનુષ્ય જ માપરૂપ છે. કુવાદિ વિગેરે નાલિકાથી મપાય છે. એ પ્રમાણે યુગ વિગેરે પણ જેને જ્યાં વ્યાપાર રૂઢ છે. તેને ત્યાં કહેવું, એક વડે ફલિતાર્થ ન થતો હોવાથી કોઈ એકનું ઉપાદાન વ્યર્થ છે એ પ્રમાણે વિચારવું.