________________
सूत्रार्थमुक्तावलिः
અસત્ત્વ છે. શબ્દનય વિગેરે ત્રણ પોતાનામાં વસતિ કહે છે. કારણ કે, મુખ્ય એવી વસતિનો સ્વ પ્રદેશોમાં જ સંભવ છે. આકાશ પ્રદેશો પણ પરદ્રવ્ય હોવાથી તેમાં વિચારાતો એવો સ્વસંબંધ ઘટતો નથી.
હવે પ્રદેશ દષ્ટાંત કહે છે - તેમાં નૈગમનય ધર્મ-અધર્મ-આકાશ-જીવ-સ્કન્ધ અને તેના દેશો આ છ પ્રદેશ કહે છે, સંગ્રહનય ધર્મ વિગેરેને પાંચને પ્રદેશ કહે છે. પરંતુ તેના દેશોને નહિ, કારણ કે, સ્વદેશમાં સ્વનો અભેદ હોવાથી જેવી રીતે દાસ વડે ખરીદાયેલો ગધેડો મારો જ છે. કારણ કે, દાસ મારો હોવાથી.
વ્યવહારનય જેવી રીતે ધનમાં પાંચ વ્યક્તિનું સ્વામિત્વ સાધારણ હોઈ શકે છે. તેવી રીતે પ્રદેશમાં પંચવૃત્તિત્વ હોઈ શકતું નથી. કારણ કે, દરેક દ્રવ્યના પ્રદેશ ભિન્ન છે. તેથી ‘પંવાળાં પ્રવેશ' એટલે કે પાંચનો પ્રયોગ એવો ન થઈ શકે. પરંતુ પાંચ પ્રકારના પ્રદેશ એ પ્રમાણે કહેવું તેમ મનાય છે.
ઋજુસૂત્ર કહે છે. “પંવિધ પ્રશ: પાંચ પ્રકારનો પ્રદેશ એવું સંભવતું નથી, કારણ કે, પ્રત્યેક એવા ધર્માદિના પ્રદેશોને પંચવિધત્વની પ્રાપ્તિ થાય છે. ખરેખર પ્રસ્તુતમાં (ઋજુસૂત્ર નયમાં) શબ્દથી વસ્તુની વિવક્ષા થાય છે અને શબ્દથી આ પ્રમાણે (પ્રત્યેક એવા ધર્માદિ પ્રદેશોના પંચવિધત્વની પ્રાપ્તિ થાય તે રીતે.) જ પ્રતિતી થાય છે. આ પ્રમાણે હોતે છતે પ્રદેશ પચ્ચીસ પ્રકારના થાય જે અયુક્ત છે. તેથી પ્રદેશ ભજનીય છે. ભાગ કરવા યોગ્ય છે. (ધર્મના પ્રદેશોઅધર્મના પ્રદેશો એ પ્રમાણે ભાગથી ભાગ કરવા યોગ્ય છે.) એટલે કે ધર્માસ્તિકાયના પ્રદેશો થાય, અધર્માસ્તિકાયના પ્રદેશો થાય, શબ્દનય કહે છે - ભજના વિકલ્પ સ્વરૂપ હોવાથી પાંચમાંથી કોઈ એકને લઈને (આ પ્રદેશ કોનો છે? ધર્મા-અધર્માસ્તિકાયનો છે એ પ્રમાણે) વિનિગમન કરવા માટે અશક્ય છે માટે જે પ્રદેશ જેનો છે એ પ્રદેશ તેનો જ છે. તેવી વ્યવસ્થાનો લોપ થવાનો પ્રસંગ આવશે. ધર્માસ્તિકાય આદિના પ્રદેશ, અધર્માસ્તિકાય વિગેરે સ્વરૂપ પણ વિકલ્પપણાના પ્રસંગને પામતો હોવાથી, પરંતુ ધર્મા. જે પ્રદેશ છે તે ધર્મા. સ્વરૂપ છે અને જે પ્રદેશ ધર્મા. સ્વરૂપ છે તે ધર્મામાં છે. એ પ્રમાણે અધર્મા. આકાશમાં પણ જાણવું. તે પ્રદેશ પણ સકલ ધર્માથી અવ્યતિરિક્ત છે. કારણ કે, ધર્મા. એક દ્રવ્ય સ્વરૂપ હોવાથી જીવમાં જે પ્રદેશ છે અથવા તો જે જીવાત્મક પ્રદેશ છે. તે નોજીવ છે. કારણ કે, સકલ જીવાસ્તિકાય એક દેશમાં રહેલ છે. તેવી રીતે સ્કન્ધમાં જે પ્રદેશ છે અથવા સ્કન્ધાત્મક પ્રદેશ છે તે નોસ્કન્ધ છે. સમસ્ત જીવાદિ અસ્તિકામાં અને જીવાદિ સ્વરૂપવાળા પ્રદેશની વૃત્તિનો અસંભવ હોવાથી જીવો અને અન્યો અનંત હોવાથી.
સમભિરૂઢ નય કહે છે. “ઉંડે વર (કુંડમાં બોર છે) ઇત્યાદિ પ્રયોગની જેમ (કંડે સપ્તર્યંતની જેમ બદરે પ્રથમાં છે. તેથી બન્ને ભિન્ન છે એવી ભેદ બુદ્ધિ થાય છે એની જેમ.) ધર્મપ્રદેશઃ (ધર્મમાં પ્રદેશ છે.) તે પ્રયોગમાં પણ ભેદબુદ્ધિનો પ્રસંગ હોવાથી (ધર્મભિન્ન છે, પ્રદેશ