________________
अनुयोगद्वार
६७
રીતે પ્રસ્થકપદની શક્યતાનો અવછેદક એવા કરણરૂપ અનુપ્રવેશનું પણ વિવક્ષાભેદથી સંભવ છે. શબ્દ-સમભિરૂઢ અને એવંભૂત નયના મતે પ્રસ્થકના સ્વરૂપને જાણનારમાં રહેલ હોવાથી અથવા પ્રસ્થકને કરનારમાં રહેલ હોવાથી પ્રસ્થકના ઉપયોગથી ભિન્ન પ્રસ્થક નથી. નિશ્ચય સ્વરૂપવાળા પ્રસ્થકનો જડવૃત્તિપણાનો અયોગ હોવાથી બાહ્ય પ્રસ્થક પણ અનુપલબ્ધિના કાળે અસત્પણાથી, ઉપયોગના અતિરેકનો આશ્રય કરતો હોવાથી.
હવે વસતિ દષ્ટાંત કહે છે
આપ ક્યાં રહો છો ? એ પ્રમાણે પુછાયે છતે અશુદ્ધ નૈગમ-વ્યવહારવાદી લોકમાં રહું છું એમ કહે છે. કારણ કે, અધર્માસ્તિકાયથી વ્યાપ્ત આકાશત્વસ્વરૂપ લોકત્વની જ નિરૂપકતાનો અવચ્છેદક સ્થિતિ પર્યાયાત્મક વસતિ છે. તેથી શુદ્ધ-શુદ્ધતર-શુદ્ધતમ સ્વરૂપવાળા નૈગમ વ્યવહારવાદીઓ તો ક્રમે કરીને ઉર્ધ્વ-અધો-તિર્યંગ્લોકના ભેદથી ભેદાયેલ સર્વત્ર આપ ક્યાં રહો છો ? ઇત્યાદિ પ્રશ્નમાં તિર્યશ્લોકમાં-જંબુદ્રીપમાં-ભરતક્ષેત્રમાં, તેના દક્ષિણાર્ધ ભાગમાં અથવા પાટલીપુત્રનગરમાં અથવા ઘરમાં રહું છું એવા ક્રમથી ઉત્તર આપે છે. તેવી રીતે ગભારા પર્યન્ત વસતિના વિષયવાળા નૈગમ-વ્યવહારના ભેદો છે. વિશુદ્ધતર નૈગમ વ્યવહારમાં તો રહેતો વ્યક્તિ જ વસતિ છે. અન્યથા નહીં, જે ઘર વિગેરેમાં હંમેશા નિવાસપણાથી આ વિવક્ષિત છે તે ઘર વિગેરેમાં જ રહેતો એવો આ ત્યાં રહે છે તેમ વ્યપદેશ કરાય છે. જો વળી કારણવશથી અન્ય શેરી વિગેરેમાં રહે છે. ત્યારે તે વિવક્ષિત ઘર વિગેરેમાં રહે છે એવું અતિ પ્રસંગ થતો હોવાથી કહેવાતું નથી.
અહીં તેવા પ્રકારના પ્રયોગમાં ક્વ ઇત્યાદિ આકાંક્ષાના બાહુલ્ય-અબાહુલ્યથી કરાયેલ વિશુદ્ધિ-અવિશુદ્ધનું વિચિત્રપણું અને વિશુદ્ધિતરપણું છે. વ્યુપરત આકાંક્ષાના પ્રયોગને કરનાર હોવાથી.
સંગ્રહનય તો સંથારામાં રહેલો જ રહે છે એમ સ્વીકારે છે. કારણ કે, તેમાંથી અન્ય ઠેકાણે વસ્ ધાતુનો વસવું એ અર્થ ઘટતો નથી, અન્યત્ર ચલનાદિ ક્રિયાવાન્ પુરુષ હોય છે. માર્ગાદિમાં થયેલા પુરુષની જેમ.
ઋજુસૂત્રનય જે આકાશ પ્રદેશમાં દેવદત્ત રહેલો તે આકાશ પ્રદેશમાં જ આ દેવદત્ત વસતિ ક્રિયાવાન્ છે એમ સ્વીકારે છે. સંથારામાં તે વસતિના સ્વીકારમાં તો ઘરના ખૂણા વિગેરેમાં વસતિ સ્વીકાર ક્રિયામાં પ્રસંગ થશે. સંથારાથી અવચ્છિન્ન આકાશ પ્રદેશોમાં સંથારો જ અવગાઢ છે. પરંતુ દેવદત્ત નહિ તે આકાશ પ્રદેશોમાં પણ તે વસતિનું કથન ઘટતું નથી, કારણ કે, સંથારામાં તે વસતિનું જો કથન કરાય તો ઘરના ખૂણા વિગેરે તસતિ વ્યવહાર તો પ્રત્યાસતિના દોષથી ભ્રાંતિમૂલક છે. તેઓમાં પણ વિવક્ષિત વર્તમાનકાલમાં વસતિ છે. અતીત-અનાગતકાલમાં નહિ. કારણ કે, અતીતકાલ નષ્ટ થયેલો હોવાથી અને અનાગત અનુપપન્ન હોવાથી ઋજુસૂત્રના મતે