________________
अनुयोगद्वार
ભિન્ન છે તેવી બુદ્ધિનો પ્રસંગ હોવાથી.) સપ્ટેમ્યન્ત સમાસને કહેનાર એવું વચન ન કહેવું, જો કે ઘટે રૂપમ્' ઘટમાં રૂપ છે. ઇત્યાદિમાં અભેદ હોવા છતાં પણ સપ્તમી જોવાયેલ છે. (ઘટ અને રૂપ વચ્ચે અભેદ છે તો પણ સપ્તમી જોવામાં આવે છે.) છતાં પણ ભેદ અને અભેદ બન્નેમાં સપ્તમીનું દર્શન થતું હોવાથી અહીં ધર્મપ્રદેશ એ પ્રયોગમાં ધર્મ અને પ્રદેશ ભિન્ન છે કે એ વિષયમાં સંશયનો દોષ દુઃખે કરીને નિવારી શકાય છે. તેથી આ પ્રકારે અભેદ બતાવવા માટે ‘ધર્મેશા સૌ પ્રવેશશ' એ પ્રમાણે સમાનાધિકરણ કર્મધારય જ આશ્રય કરવા યોગ્ય છે. તપુરુષ સમાસમાં અભેદના બોધ માટે પદની લક્ષણા આવશ્યક છે અને કર્મધારય સમાસમાં સંસર્ગના પ્રકારથી અભેદનો લાભ થતો હોવાથી લક્ષણનો અભાવ થવા વડે લઘુપણું થાય છે.
એવંભૂત નયના મતે તો દેશ-પ્રદેશ-કલ્પનાથી રહિત અખંડ વસ્તુ જ સત્ છે. દેશ અને પ્રદેશની કલ્પના તો ભ્રમ માત્ર છે. પરસ્પર નિરપેક્ષ એવા આ નયો દુર્નય થાય છે. વળી પરસ્પર સાપેક્ષ હોય તો સુનય થાય છે.
ગણતરી કરવી તે સંખ્યા, તે પ્રમાણ સ્વરૂપ છે. તે પ્રમાણ સ્વરૂપ સંખ્યા શબ્દથી સંખ્યા અને શંખા એમ બન્નેનું ગ્રહણ છે. પ્રાકૃતને આશ્રયીને સમાન શબ્દના અભિધેયને ગ્રહણ કરેલું હોવાથી છે. તે પ્રમાણ આઠ ભેદથી છે. નામ-સ્થાપના-દ્રવ્ય-ઔપમ્ય-પરિમાણ-જ્ઞાન-ગણના-ભાવ ભેદથી આઠ પ્રકારે.
અહીં સંખ્યા અથવા શંખા જ્યાં ઘટે છે તે ત્યાં જોડવા. નામ આવશ્યક અને સ્થાપના આવશ્યક તેમજ જ્ઞશરીર, દ્રવ્યશંખ, ભવ્ય શરીર દ્રવ્ય શંખ સુધી સર્વ પૂર્વવત્ જાણવું અને તદુભાય વ્યતિરિક્ત દ્રવ્યશંખ તો એક ભવિક, બદ્ધ આયુષ્ક અને અભિમુખ નામ ગોત્રના ભેદથી ત્રણ પ્રકારનું છે. તેમાં એક ભવિક શંખ તે આ પ્રમાણે. જે જીવ મરીને તરત પછીના ભાવમાં શંખ તરીકે ઉત્પન્ન થનાર છે. તે વર્તમાનનો ભવ અબદ્ધાયુષ્ક હોવા છતાં પણ જન્મદિનથી માંડીને એક ભવિક શંખ કહેવાય છે. જે ભવમાં વર્તે છે તે એક ભવમાં ઉત્પત્તિને અંતરે રહેલ છે એટલે તે એક ભવિક શંખ કહેવાય છે.
શંખ પ્રાયોગ્ય બંધાયેલા આયુષ્યવાળો બદ્ધાયુષ્ક કહેવાય છે.
શંખના ભવને પામેલા એવા જે જીવને નામ અને ગોત્ર અભિમુખ છે તે જીવ અભિમુખ નામગોત્ર કહેવાય. શંખના ભવને પામેલ એવા જીવને જે બે કર્મ અવશ્ય ઉદયમાં આવે છે. કિંઇન્દ્રિય જાતિ વિગેરે અને નીચગોત્ર નામવાળા એવા તે બે કર્મો જઘન્યથી સમય અને ઉત્કૃષ્ટથી અંતમુહૂર્ત માત્ર જ વ્યવધાને રહેલા હોવાથી ઉદયના અભિમુખપણાને પામેલા નામ અને ગોત્ર એવા બે કર્મ જે જીવને છે તે અભિમુખ નામગોત્ર કહેવાય.
ઔપમ્ય-ઉપમાથી વસ્તુનો બોધ થવો તે ઔપભ્ય સંખ્યા અને આ ઉપમાન-ઉપમેયના સત્ત્વઅસત્ત્વથી ચાર પ્રકારનું છે.