________________
सूत्रार्थमुक्तावलिः (૧) સત્ પદાર્થ સત્ પદાર્થ વડે ઉપમા કરાય છે. (૨) સત્ પદાર્થ અસત્ પદાર્થ વડે ઉપમા કરાય છે. (૩) અસત્ પદાર્થ સત્ પદાર્થ વડે ઉપમા કરાય છે.
(૪) અસત્ પદાર્થ અસત્ પદાર્થ વડે ઉપમા કરાય છે. ઉપમેય એવા તીર્થકરના વક્ષ આદિને ઉપમાન એવા કપાટ વિગેરેથી જાણવું તે પહેલો ભેદ છે.
નારક-તિર્ય-મનુષ્ય-દેવોના આયુષ્ય પલ્યોપમનસાગરોપમ વડે ઉપમિત કરાય છે, પલ્યોપમ વિગેરે કલ્પના માત્ર હોવાથી અસત્ છે (અને નારક-તિર્યંચ વિગેરેનું આયુષ્ય સત્ છે.) તેથી બીજો ભેદ.
કિસલયપત્રની અવસ્થાથી વસંતઋતુના સમયે પાંડપત્રની અવસ્થા ઉપમિત કરાય છે. ત્યાં ઉપમાન તત્કાલ ભાવિ હોવાથી સત્ છે અને ઉપમેય ભૂતપૂર્વ હોવાથી અસત્ છે. સત્ એવી પાંડુપત્રની અવસ્થાથી ભવિષ્યમાં થનાર હોવાના કારણે અસત્ એવી કિસલય પત્ર અવસ્થા જ્યારે ઉપમિત કરાય છે તે ત્રીજો ભેદ.
અસત્ એવા ખર-વિષાણ વડે અસત્ શશવિષાણનું ઉપમાન કરવું તે ચોથો ભેદ.
કાલિક શ્રુત-પરિમાણ સંખ્યા અને દૃષ્ટિવાદ શ્રુત પરિમાણ સંખ્યારૂપથી બે પ્રકારની પરિમાણ સંખ્યા છે. બન્ને પણ પર્યવાક્ષરાદિ સંખ્યાના ભેદથી અનેક પ્રકારની છે, તે અનુયોગદ્વાર વિગેરેમાંથી જાણવી.
જ્ઞાનરૂપ સંખ્યા તે જ્ઞાન સંખ્યા, જે દેવદત્ત વિગેરે જેટલા શબ્દ વિગેરેને જાણે છે તે તેટલા જાણે છે. તેને જાણતો એવો આ અભેદ ઉપચારથી જ્ઞાન સંખ્યા છે.
આ આટલા છે એ પ્રમાણે સંખ્યા તે ગણના સંખ્યા, બે વિગેરે સ્વરૂપ છે. એક તો ગણનાની સંખ્યામાં અવતરતી નથી. પરંતુ એક ઘટ વિગેરે જોવાય છતે આ ઘટ વિગેરે વસ્તુ છે એમ પ્રાયઃ પ્રતીતિ થાય છે. પરંતુ એકની સંખ્યાનું વિષયત્વ હોતું નથી અથવા તો અલ્પ હોવાથી લેવાઆપવા વ્યવહારકાળે પણ એક વસ્તુ પ્રાયે કોઈ ગણતું નથી, તે સંખ્યય-અસંખ્યય-અનંત ભેદવાળી છે.
સંખ્યક વિગેરે જઘન્ય ભેદથી ત્રણ પ્રકારે છે. અસંખેયક પરિતા સંખેયક, યુક્તા સંખેયક, અસંખ્યયા સંવેયક આ ત્રણે પ્રકાર પણ દરેક જઘન્યાદિ ત્રણ ભેદના હોવાથી (અસંખ્યયક) નવ પ્રકારે થાય છે અને વળી અનંતકના પરિતાનંતક-યુક્તા પરિવંતક, અનંતાપરિનંતક એમ ત્રણ પ્રકારે છે. એમાં પહેલા બેના જઘન્યથી ત્રણ ભેદ અને અન્યના જઘન્ય અને અનુષ્ટ ભેદથી અનંતક આઠ પ્રકારે છે. વિસ્તારથી આનું સ્વરૂપ અનુયોગ દ્વારથી જાણવું અને ભાવશંખા તે શંખપ્રાયોગ્ય છે, તિર્યગતિ વિગેરે નામકર્મ અને નીચગોત્ર કર્મને જે જીવો વિપાકથી ભેદે છે તે