________________
७४
હવે આવશ્યકને આશ્રયિને અર્થાધિકારનું નિરૂપણ કરે છે -
સાવદ્યવિરતિ-ઉત્કીર્તન-ગુણવત્ત્પતિપત્તિ-સ્ખલિતનિંદા-વ્રણચિકીત્સાગુણધારણા આ છ ભેદથી
सूत्रार्थमुक्तावलिः
આવશ્યકના અધિકારો છ છે.
જે અર્થાધિકાર સામાયિક અધ્યયના પોતાના અર્થને ઉત્કીર્તનના વિષયવાળો છે, છ પ્રકારના અર્થાધિકારના યોગથી આવશ્યકના છ અધ્યનનો છે. ત્યાં સામાયિક સ્વરૂપ પ્રથમ અધ્યયન તેમાં પ્રાણાતિપાત વિગેરેને સર્વ સાવદ્ય યોગથી વિરતિ સ્વરૂપ અર્થાધિકાર છે. ક્રોધ વિગેરે ચાર અવદ્ય છે. જે કારણથી તે ચારે ય સર્વ અવઘના કારણ છે. કારણમાં કાર્યનો ઉપચાર કરેલ છે. તે અવદ્ય સહિત યોગ=વ્યાપારને સાવઘયોગ તેનાથી વિરતિ તે સાવઘયોગ વિરતિ.
-
ચતુર્વિંશતિ સ્તવરૂપ બીજું અધ્યયન છે, તેમાં તીર્થંકરોના ગુણોનું ઉત્કીર્તન સ્વરૂપ અર્થાધિકાર છે. કારણ કે તે કર્મક્ષયનું પ્રધાન કારણ છે. પ્રાપ્ત થયેલ બોધિની વિશુદ્ધિનું કારણ છે. પુનર્બોધિલાભના ફળવાળું છે. સાવદ્ય યોગથી વિરતના ઉપદેશ તરીકે ઉપકારી છે.
· ત્રીજું વંદન અધ્યયન છે. તે ગુણવત્ પ્રતિપત્તિથી અર્થાધિકાર છે. વ્રત-પિંડવિશુદ્ધિ સ્વરૂપ મૂલ અને ઉત્તરગુણવાળાને વંદન વિગેરે કરવું. શ્રેષ્ઠ (પુષ્ટ) આલંબનમાં અગુણવાળાને પણ વંદન કરવું.
ચોથા આવશ્યક એવા પ્રતિક્રમણમાં સ્ખલિત એવા અર્થાધિકાર છે. વિશુદ્ધ અધ્યવસાયવાળાને આ અકાર્ય છે. એ પ્રમાણે વિચાર એવા મૂલ-ઉત્તરગુણમાં પ્રમાદને આચરેલા, ફરી આવેલા સંવેગવાળા એવા પ્રાણીની (પોતાની) નિંદા સ્વરૂપ છે.
- કાર્યોત્સર્ગ નામના પાંચમા અધ્યયનમાં વ્રણ ચિકિત્સા અર્થાધિકાર છે. ચારિત્ર પુરુષને આ અતિચાર સ્વરૂપ ભાવવ્રણ છે. તેની દશ પ્રકારના પ્રાયશ્ચિત્ત રૂપી ઔષધથી ચિકીત્સાનું પ્રતિપાદન કરવા સ્વરૂપ છે.
-
છઠ્ઠા પ્રત્યાખ્યાન નામના અધ્યયનમાં ગુણધારણા અર્થાધિકાર છે. નિરતિચાર એવા મૂલઉત્તરગુણોની સ્વીકાર સ્વરૂપ ધારણાની પ્રરૂપણા છે.
અર્થાધિકાર દરેક પદમાં અનુસરે છે. વક્તવ્યતા તો દિશાદિમાં નિયત છે એટલું વિશેષ છે. अथान्तिमं शास्त्रीयभेदं समवतारमाह-
नामादिभिस्समवतारः षड्धा ॥२४॥
नामादिभिरिति, आदिना स्थापनाद्रव्य क्षेत्रकालभावानां ग्रहणम् । अविरोधेन वर्त्तनं समवतारः, वस्तूनां स्वपरोभयेष्वन्तर्भावचिन्तनमिति यावत् स षोढा नामादिभिः । भव्यशरीरद्रव्यसमवतारं यावत्प्राग्वदूहनीयं । तदुभयव्यतिरिक्तश्चात्मसमवतारपरसमवतारतदु