________________
६४
सूत्रार्थमुक्तावलिः હવે બીજું વિશિષ્ટ દષ્ટ અનુમાન કહે છે. કોઈક પુરુષ, કોઈક પુરુષને ક્યાંક જોઈને (વિસ્મરણ) તેના દર્શનથી સ્થપાયેલ સંસ્કારવાળો તેના પ્રમોષથી રહિત સમયાન્તરે ઘણા પુરુષના સમૂહમાં તે જ પુરુષ વિશેષને મેળવીને માને છે કે જે પુરુષ પહેલા મારા વડે ઉપલબ્ધ કરાયો હતો (મને ઉપલબ્ધ થયો હતો, તે જ આ પુરુષ છે. તેવી જ રીતે ઓળખાતો હોવાથી (જણાતો હોવાથી) બેને અભિમત પુરુષની જેમ (કોઈ એક પુરુષ બે વ્યક્તિ ઓળખાતા હોય ત્યારે એક વ્યક્તિના કથનથી બીજાને પણ તે પુરુષ અભિમત થાય છે તે રીતે)
સદશ વસ્તુને ગ્રહણ કરનાર તે ઉપમાન કહેવાય છે. તે સાધમ્ય ઉપનીત, વૈધર્મ ઉપરીત ભેદથી બે પ્રકારનું છે. બન્ને પણ કાંઈક સાધર્મ ઉપનીત અથવા કાંઈક વૈધર્મ ઉપનત, પ્રાયઃ કરીને સાધર્મ ઉપનીત અથવા પ્રાયઃ વૈધર્મ ઉપનિીત, સર્વ સાધમ્મથી ઉપનીત તથા વૈધર્મથી ઉપનીત એમ ત્રણ પ્રકારના છે. જેવી રીતે મેરુ અને સરસવનું મૂર્ણપણાથી, તેમજ સમુદ્ર અને ગાયવાડાનું પાણીવાળા પણાથી સાધર્મ છે. તેવી રીતે કાંઈક સાધર્મથી ઉપમાન-ઉપમેયભાવ હોય છે. પ્રાયઃ સાધર્મ્સથી ઉપનીત ભેદમાં ગાય અને ગવય (રોઝ)નું ખુર-કકુદ-વિષાણ-લાંગુલ વિગેરેથી સાધર્મ છે. આ અવયવો બન્નેને સમાન છે અને ગાય ગોદડીવાળી હોવાથી અને ગવય વૃત્તકંઠવાળી પ્રાયઃ સાધર્મ જાણવું, સર્વ સાધમ્મથી ઉપનીતભેદમાં અરિહંત પરમાત્મા સરખું કરાયું, ઈત્યાદિ પ્રયોગો જણાય.
હવે કાંઈક વૈધર્મથી ઉત્પન્ન ભેદમાં જેવા પ્રકારનું શાબલેય છે. (શબલથી થયેલ બરાબર કાર્તિકસ્વામી) તેવા પ્રકારનું બાહુલેય નથી. (ઘણાથી થયેલ બરાબર કાર્તિકસ્વામી) જેવી રીતે આ (બાહુલેય) છે તેવી રીતે ઇતર (શાબલેય) નથી. અહીં શેષધર્મથી તુલ્યપણું છે. ભિન્ન નિમિત્તવાળા જન્મ વિગેરે માત્રથી વિલક્ષણપણું હોવાથી કાંઈક વૈધર્યુ છે. પ્રાયઃ વૈધર્યથી ઉપનીત ભેદમાં જેવી રીતે વાયસ (કાગડો) છે. તેવી રીતે પાયસ (ખીર) જેવી રીતે પાયસ છે. તેવી રીતે વાયસ નથી, અહીં સચેતન-(વાયસ) અચેતનપણું (પાસ) વિગેરે ઘણા ધર્મોથી વિસંવાદ હોવાથી અને શબ્દમાં રહેલા બે વર્ષથી, તેમજ વિદ્યમાનતા વિગેરે ધર્મમાત્રથી સમાનપણું હોવાથી પ્રાયઃ કરીને વૈધર્મ છે. સર્વ વૈધર્મે તો કોઈકનું કોઈ સાથે સંભવતું નથી. સર્વે ભાવો સત્ત્વ-પ્રમેયત્વ વિગેરે ધર્મોથી તો સમાન હોય છે. તો સત્ત્વ-પ્રમેયત્વ વિગેરે ધર્મોથી પણ અસમાનપણું થાય તો અસત્ત્વપણાનો પ્રસંગ આવે, પરંતુ નીચ પુરુષ વડે નીચ સરખું ગુરુવાત વિગેરે કાર્ય કરાયું એ પ્રમાણે ઉદાહરણ છે. “આ ઉદાહરણ સાદશ્યનું છે વૈધર્મનું નથી', એવું ન કહેવું. નીચ પુરુષ પ્રાયઃ કરીને આવા પ્રકારનું મહાપાપ આચરતો નથી, તો વળી અનીચ પુરુષ (સત્પરષ) શું આચરે ? “સન ગમત વિસ્તક્ષી પ્રવૃત્તત્વ' (આખા જગતથી વિલક્ષણ પ્રવૃત્તિવાળાપણું) આ ધર્મની વિવલાથી વૈધમ્ય કહેલ છે.
લૌકિક-લોકોત્તર ભેદથી આગમ બે પ્રકારનું છે અથવા સૂત્ર-અર્થ-તદુભય-આગમના ભેદથી અથવા આત્માગમ-અનંતરાગમ-પરંપરાગમ ભેદથી તે આગમ ત્રણ પ્રકારે છે.