________________
५०
सूत्रार्थमुक्तावलिः સૌત્રિક ઇત્યાદિ તદ્ધિત છે. ભૂરય પરમૈપદી ધાતુ છે. સત્તા સ્વરૂપ અર્થનો વાચક હોવાથી ધાતુ જ નામ છે. અભિધાન (કથન)ના અક્ષરના અનુસાર મિશ્રિત કરેલા અર્થનું કહેવું તે નિરૂક્ત તેમાં થયેલ તે નિરુક્ત અને તે “મહ્યાં તે' મહિષ ઇત્યાદિ સ્વરૂપ છે. આ ગૌણ વિગેરે દશ નામથી સર્વે પણ વસ્તુના કથન દ્વારા સંગ્રહ થતો હોવાથી દશ નામ છે. આ પ્રમાણે માત્ર દિશા સૂચન કરેલ છે.
अथ शास्त्रीयोपक्रमान्तर्गतं तृतीयं प्रमाणमाह -- द्रव्यक्षेत्रकालभावैश्चतुर्विधं प्रमाणम् ॥१४॥
द्रव्येति, असृतिप्रसृत्यादि प्रमाणं यद्वा धान्यद्रव्यादेः परिच्छेदः प्रमाणं, असृत्यादिकञ्च तद्धेतुत्वात् प्रमाणम्, तच्च द्रव्यविषयकत्वात्क्षेत्रविषयकत्वात्कालविषयकत्वाद्भावविषयकत्वाच्च चतुः प्रकारमित्यर्थः ॥१४॥
હવે શાસ્ત્રીય ઉપક્રમના અંતર્ગત ત્રીજા પ્રમાણને કહે છે - દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવ પ્રમાણ ચાર પ્રકારનું છે.
અસૂતિ પ્રસૃતિ વિગેરે પ્રમાણ છે અથવા તો ધાન્ય વિગેરેનો બોધ તે પ્રમાણ છે અને તેમાં અમૃતિ વિગેરે કારણભૂત હોવાથી તે પણ પ્રમાણ છે અને તે પ્રમાણ દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવ વિષયક હોવાથી ચાર પ્રકારનું છે. દ્રવ્યાદિ ચારેય પ્રમાણો પ્રદેશ સંબંધિ અને વિભાગ સંબંધીપણાથી બે પ્રકારના છે એમ કહે છે.
द्रव्यादिप्रमाणानां प्रदेशसम्बन्धित्वेन विभागसम्बन्धित्वेन द्वैविध्यमित्याह -- प्रदेशविभागाभ्यां द्रव्यक्षेत्रकालानां परिच्छेदा द्रव्यादिप्रमाणानि ॥१५॥
प्रदेशेति, सर्वसूक्ष्मो भागः प्रदेशः, स्वगतप्रदेशान् विहायापरो विशिष्टः प्रकारो विभागः ताभ्यां द्रव्यादेर्यः परिच्छेदः स्वरूपावगमः स द्रव्यादिप्रमाणरूपः, भावप्रमाणस्यान्यादृशत्वाद्र्व्यक्षेत्रकालानामिति, द्रव्यादीत्यादिना क्षेत्रकालयोर्ग्रहणम् ॥१५।।
પ્રદેશ અને વિભાગથી દ્રવ્ય-ક્ષેત્ર-કાલના પરિચ્છેદો તે દ્રવ્યાદિ પ્રમાણ છે. સર્વ સૂક્ષ્મભાગ તે પ્રદેશ, પોતામાં રહેલા પ્રદેશોને છોડીને બીજો વિશિષ્ટ પ્રકાર તે વિભાગ છે. તે બન્ને વડે, દ્રવ્યાદિનો જે પરિચ્છેદ એટલે કે સ્વરૂપનો બોધ થાય છે તે દ્રવ્યાદિ પ્રમાણરૂપ છે. ભાવ પ્રમાણ અન્યો સરખો હોવાથી અહીં દ્રવ્ય-ક્ષેત્ર-કાલનાં એમ લખેલ છે (પરંતુ ભાવપણું ગ્રહણ કરેલું નથી.)
कथं द्रव्यादीनां ताभ्यां परिच्छेद इत्यत्राह --
एकद्विव्याधणवः प्रदेशा मानोन्मानावमानगणिमप्रतिमानानि च विभागा द्रव्यस्य I૬૬