________________
४९
अनुयोगद्वार
અનાદિકાલથી માંડીને આ વાચ્ય છે, આ વાચક છે એવા વાચવાચકભાવથી સિદ્ધ થયેલ જે બોધ તે અનાદિ સિદ્ધાંત અને તેનાથી થયેલ નામ તે અનાદિ સિદ્ધાંત નામ, જેમ કે ધર્માસ્તિકાય વિગેરે પદ આ પદથી વાચ્ય અર્થ ક્યારેય પણ અન્યથાપણાને પામતો નથી, ગૌણપદથી પ્રતિપાદ્ય એવો “પ્રવીપ' વિગેરે પદાર્થ તો દીપકલિકા વિગેરેને છોડીને પણ પ્રદીપ વિગેરે પદથી વાચ્ય થાય છે અને પિતા-પિતામહ વાચકનું તે નામ કહેવાય છે. હેતુ-ભૂત એવા તેનાથી પુત્ર-પૌત્ર વિગેરેનું નામ થાય છે, પિતા વિગેરેનું જે બંધુદત્ત વિગેરે નામ હતું, પુત્ર વિગેરેનું પણ તે જ કરાય છે. તે નામથી નામ કહેવાય છે.
અવયવિનો એક ભાગ તે અવયવ કહેવાય છે. જેમ કે શૃંગી-દ્વિપદ-ચતુષ્પદ વિગેરે આ નામો અવયવની પ્રધાનતાથી પ્રવર્તે છે. ગૌણ નામ તો સામાન્યરૂપી પ્રવર્તે છે. એટલે ભેદ છે.
સંયોગ એ સંબંધ છે, તે દ્રવ્ય સંયોગ ચાર પ્રકારે છે. આદ્ય એવો દ્રવ્ય સંયોગ, સચિત્તઅચિત્ત-મિશ્ર દ્રવ્યના ભેદથી ત્રણ પ્રકારે છે. “મન' ઇત્યાદિ પદ સચિત્ત દ્રવ્યોના, “છત્રી' ઇત્યાદિ પદો અચિત્ત દ્રવ્યોના અને “રાતિ ઇત્યાદિ પદો મિશ્ર દ્રવ્યોના સંયોગથી પ્રવર્તે છે. કારણ કે, હળ અચેતન, બળદો સચેતન, ક્ષેત્રના સંયોગથી પ્રવર્તેલો શબ્દ તે ક્ષેત્ર સંયોગ જેમ કે ભરતમાં ઉત્પન્ન થયેલો હોવાથી અથવા ભરતમાં રહેતો હોવાથી ભારત કહેવાય છે. એ પ્રમાણે ઐરવત-હૈમવત પદો.
સુષમ સુષમમાં ઉત્પન્ન થયેલો તે “સુષમ સુષમા' કહેવાય. એ પ્રમાણે સુષમજ વિગેરે પદો કાલ સંયોગ સ્વરૂપ છે. ભાવ એટલે પર્યાય તે પ્રશસ્ત અને અપ્રશસ્ત ભેદથી બે પ્રકારે, જ્ઞાન વિગેરે પ્રશસ્ત ભાવ પર્યાય, તેથી જ્ઞાની-દર્શની વિગેરે પદો પ્રશસ્ત ભાવ સ્વરૂપ છે. ક્રોધ વિગેરે અપ્રશસ્ત છે. તેથી ક્રોધ-માની વિગેરે અપ્રશસ્ત ભાવ સંયોગ છે.
સ્વરૂપ સંયોગની પ્રધાનતાથી આ શબ્દ પ્રવર્તતો હોવાથી ગૌણપદથી ભિન્ન છે. નામસ્થાપના-દ્રવ્ય-ભાવ ભેદથી પ્રમાણ ચાર પ્રકારનું છે. જીવાદિનું પ્રમાણ તે નામ પ્રમાણ, નક્ષત્રદેવતા-કુલ-પાષાણ-ગંડ વિગેરે વસ્તુઓને આશ્રયીને જે કોઈ નામની સ્થાપના કરાય તે અહીં
સ્થાપના તે જ પ્રમાણ તે સ્થાપના પ્રમાણ, તેનાથી નામ થાય છે. જેમ કે કાર્તિક-કૃત્તિકાદત્ત વિગેરે, કૃત્તિકામાં ઉત્પન્ન થયેલો હોવાથી કાર્તિક, કૃત્તિકા નક્ષત્રથી અપાયેલ હોવાથી કૃત્તિકાદત્ત એ પ્રમાણે દેવતા વિગેરેએ બનાવેલા નામો જાણવા.
ધર્માસ્તિકાય વિગેરે છ નામો છે તે તે દ્રવ્ય સ્વરૂપ પ્રમાણથી બનેલ હોવાથી દ્રવ્ય પ્રમાણ કહેવાય છે. “યુતાર્થવા યોગ્ય અર્થવાળો જે ગુણ તે ભાવ કહેવાય છે, અને જે ગુણોથી વસ્તુ જણાતી હોવાથી તે ગુણ પ્રમાણ ભૂત છે. તેનાથી બનેલ નામ તે ભાવ પ્રમાણ,
સમાજ, તદ્ધિતજ, ધાતુજ, નૈક્તજ. તે ભાવ પ્રમાણ ચાર પ્રકારનું છે. સમાસ સાત પ્રકારનો હોવાથી સમાસ જ પણ દંત-ઓષ્ઠ-પુષ્યિત-કુટજ-કદંબ વિગેરે સાત પ્રકારનું છે. દોષિક