________________
अनुयोगद्वार
પૂર્વે કહેલા સ્વરોનું અનુસંધાન કરતો સ્વર ધૈવત સ્વર. જેમાં સ્વરો બેસી જાય છે અને બીજાનો પરાભવ કરે છે.તે નિષાદ, આ સ્વરો જીવ-અજીવ વડે નિશ્રા કરાયેલ છે. મૃદંગાદિ અજીવોમાં પજ વિગેરે વ્યુત્પત્તિ અર્થનો અભાવ હોવા છતાં તેના સાદૃશ્ય હોવાથી તેમાં સમૃદંગ આદિ અજીવોમાં) પજત્વ આદિ જાણવું (જાણવા યોગ્ય છે.) તેથી આ પજ વિગેરે સાત નામોથી સર્વ પણ સ્વર મંડલનું અભિધાન થતું હોવાથી સપ્ત નામ કહેવાય છે.
વિભક્તિઓ આઠ છે. - વિભાગ કરાય છે. એટલે કે જેના વડે અર્થ પ્રગટ કરાય છે તે વિભક્તિ કહેવાય છે. અહીં નામની વિભક્તિઓ લેવી. પરંતુ આખ્યાતની (ધાતુ) વિભક્તિઓ નહિ, એ આઠ પ્રકારની છે.
તેમાંથી લિંગ અને અર્થમાત્રના પ્રતિપાદન સ્વરૂપ નિર્દેશ હોય તો પ્રથમ વિભક્તિ થાય, અન્યતર ક્રિયામાં પ્રવર્તવાની ઇચ્છા સ્વરૂપ ઉપદેશ હોય તો દ્વિતીયા વિભક્તિ, ઉપલક્ષણથી રૂદ્ર કરોતિ' ઇત્યાદિમાં ઉપદેશ વિના પણ દ્વિતીયાનું દર્શન થાય છે. એ પ્રમાણે આગળ પણ ઉપલક્ષણ જાણી લેવું.
વિવક્ષિત ક્રિયાનું સાધકતમ કરણ (સાધક) હોય તો તૃતીયા વિભક્તિ. જેને અપાય છે તે ગાય વિગેરેના દાનના પાત્રભૂત સંપ્રદાન હોય તો ચતુર્થી વિભક્તિ થાય.
વિયોગ કરાતાની મર્યાદા ભૂત અપાદાન હોય તો પંચમી વિભક્તિ, સ્વસ્વામિભાવ વિગેરે સંબંધમાં ષષ્ઠી વિભક્તિ, આધારનો અર્થ હોય તો સપ્તમી વિભક્તિ અને આમંત્રણ અર્થ હોય તો સંબોધન વિભક્તિ થાય છે. આ આઠ વિભક્તિના અંતવાળું નામ આઠ પ્રકારનું થાય છે અને વિભક્તિ સિવાય અન્ય કોઈ નામ નથી. આ કારણથી આ નામાષ્ટક વડે સર્વ વસ્તનું અભિધાન (કથન) દ્વારા સંગ્રહ થતો હોવાથી અષ્ટનામ છે.
- વીર આદિ નવ રસ - કાવ્યમાં જોડાયેલા છે તે સહકારી કારણોથી ઉત્પન્ન થયેલા મનના વિશેષ વિકાર સ્વરૂપ એવા રસો છે. ઉત્તમ પ્રકૃતિવાળા પુરુષ ચરિત્રના શ્રવણ વિગેરે કારણોથી થયેલ દાન વિગેરે ઉત્સાહપ્રકર્ષ સ્વરૂપ જે રસ તે વીર રસ.
- સુંદર સ્ત્રીને જોવા વિગેરેથી થયેલો રતિના પ્રકર્ષ સ્વરૂપ તે શૃંગાર રસ.
- સંભળાયેલું - શિલ્પ - ત્યાગ - ૫ - શૌર્ય - કર્મ (કાય) વિગેરે સકલ ભુવનમાં (અતિશયવાળું) આશ્ચર્યવાળી ચડિયાતી એવી કોઈપણ વસ્તુ અદ્ભુત કહેવાય, તેના દર્શન-શ્રવણ વિગેરેથી થયેલ રસ પણ ઉપચારથી વિસ્મય સ્વરૂપ હોવાથી અદ્દભુત રસ કહેવાય છે.
- શત્રુજન, મહાઅરણ્ય વિગેરેથી થયેલ વિકૃત અધ્યવસાય સ્વરૂપ જે રસ તે રૌદ્રરસ. - લજ્જા પામવા યોગ્ય વસ્તુના દર્શન વિગેરેથી થયેલ મન સંકોચ સ્વરૂપ તે બ્રીડનકરસ.