________________
सूत्रार्थमुक्तावलिः - વીર્ય-લોહિ-મૂત્ર-પુરીષ વિગેરેના દર્શન-શ્રવણથી થયેલો જુગુપ્સાના (દુર્ગછા) પ્રકર્ષ સ્વરૂપ તેવો રસ તે બીભત્સરસ.
- વિકૃત અસંબંધ પરવચન-વેષ-અલંકાર વિગેરેથી હાસ્યને યોગ્ય એવા પદાર્થથી થયેલ મનના પ્રકર્ષ વિગેરેની ચેષ્ટા સ્વરૂપ જે રસ તે હાસ્યરસ.
- પ્રિયાના વિયોગ વિગેરેના કારણથી થયેલ શોકના પ્રકર્ષ સ્વરૂપ તે કરૂણરસ.
- પરમ ગુરુના વચનના શ્રવણ વિગેરેથી થયેલ, ઉપશમના પ્રકર્ષ સ્વરૂપ એવો જે રસ તે શાંત રસ.
આ રીતે નવ નામથી વિવક્ષિત એવા સર્વરસનું પણ કથન થતું હોવાથી નવ નામ એવું કહેવાય છે.
ગૌણ વિગેરે દશ-ગુણોથી થયેલ તે ગૌણ, જેમ કે શ્રવણ – તપન વિગેરે પદો ક્ષમા સ્વરૂપ - તપ સ્વરૂપ વિગેરે ગુણોથી નિષ્પન્ન હોવાથી તે ગૌણ પદો છે. અન્તર્થ યુક્ત પદ . વળી જે ગુણ નિષ્પન્ન ન હોય તે નાગૌણ એટલે કે જે અન્વર્થનો અનુયાયિ ન હોય જેમ કે “સમુસમુદ્ર વિગેરે પદો.
સમુદ્ગ શબ્દ કપૂર આદિના આધાર વિશેષમાં પ્રવર્તે છે અને તે મુદ્રગ એટલે મગની અવિદ્યમાનતા (અભાવવાળા) છે. સમુદ્ર શબ્દ જલરાશીમાં પ્રવર્તે છે અને તે આંગળીના આભરણ વિશેષ મુદ્રા (વીંટી) રહિત હોય છે.
‘ગાવીયતે” એટલે કે જે પદથી શાસ્ત્ર વિગેરેનો ઉચ્ચાર કરવા માટે પહેલેથી જ આરંભ કરાય છે તે આદાન અને આદાન એવું પદ તે આદાનપદ,
શાસ્ત્રના અધ્યયનના ઉદ્દેશક વિગેરેનું જે આદિ પદ તે આદાનપદ છે. કારણભૂત એવા તેના વડે કોઈ અધ્યયન હોય છે. જેવી રીતે ‘સાવંતી’ એ પ્રમાણેના આચારનો પાંચમું અધ્યયન છે, તેમાં શરૂઆતમાં જ ‘બાવંતી ચાવંતી’ એ પ્રમાણે આલાવો છે. તેમ આદાનપદથી આ નામ છે આમ અન્યત્ર પણ જાણવું.
વિવણિત ધર્મને જે વિપરિત હોય તે પ્રતિપક્ષ કહેવાય અને તેનું વાચક જે પદ તે પ્રતિ- પક્ષ પદ કહેવાય. અમંગલકારી એવા પણ “શૃંગાલિ' શબ્દ અમંગલિક શબ્દનો પરિહાર કરવા માટે શિવા કહેવાય છે. પ્રવૃત્તિ નિમિત્તના અભાવ માત્રથી નાગૌણ કહેવાયું છે એટલે ગૌણનો પ્રત્યક્ષ નથી. પ્રતિપક્ષ પદનો પ્રતિપક્ષ ધર્મના વાચકપણાને સાપેક્ષ હોય છે.
પ્રધાનતાથી કાંઈ પણ થાય છે. જેમ કે અશોકવૃક્ષની બહુલતાવાળું અને અલ્પ એવા આગ્રાદિના વૃક્ષો યુક્તવન તે અશોકવન કહેવાય છે. ગુણોથી વ્યાપ્ત એવા પદાર્થ વાચક જે પદ તે ગૌણ પદ કહેવાય છે. અનેક એવા ગુણોથી ઘટિત પદાર્થોનું આ વાચક છે એટલું વિશેષ છે.