________________
૧૨]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે.
અથવા ભાવડરીક આ છે. સમ્યગૂ જ્ઞાન દર્શન અને ચારિત્રમાં તથા વિનયમાં અધ્યાત્મમાં ધર્મધ્યાન વિગેરેમાં જે શ્રેષ્ઠ મુનિઓ છે તેમને પિડરીક જાણવા, બાકીના કંડરીક ગણવા આ પ્રમાણે આઠ પ્રકારે પિંડરીકને નિક્ષેપ બતાવી જેનાવડે અધિકાર છે તે કહે છે. एत्थं पुण अहिगारो वणस्सतिकाय पुंडरीएणं । भावंमि अ समणेणं अज्झयणे पुंडरीअंमि ।१५७।
અહીં દષ્ટાંતના પ્રસ્તાવમાં સચિત્ત તિર્યંચ યોનિમાં એકેદ્રિય વનસ્પતિકાય (સફેદ પુંડરીક કમળ) જે જળમાં કમળ ઉગે છે તેના વડે પ્રયોજન છે. અથવા દયિક ભાવે રહેલ વનસ્પતિકાયના સે પાંખડીવાળા સફેદ કમળથી છે. અને ભાવમાં સભ્ય દર્શનજ્ઞાન ચારિત્ર વિનય અને અધ્યામમાં રમણતા કરનારા સુસાધુથી આ અધ્યયન પુંડરીક નામનું છે તેમાં તેવા સાધુની જરૂર છે. અતિ સુંદર સફેદ નિર્મળ વનસ્પતિકાયનું સો પાંખડીવાળું કમળ લેવું અને તેની જોડે જ્ઞાનદર્શન ચારિત્રથી યુકત ઉત્તમ સાધુથી પુંડરીક કમળની સરખામણી કરવી.
નિક્ષેપ નિયુક્તિ પુરી થઈ અને હવે સૂત્રસ્પેશિક નિયુંકિતને અવસર છે. તે સૂત્ર સાથે હોય અને સૂત્ર સૂવાનુગમમાં હોય તે અવસર આવ્યો હોવાથી અટકયા વિના શુદ્ધ ઉચ્ચારે સૂત્ર કહે છે –