________________
સત્તરમું શ્રી પિંડરીક અધ્યયન
[11
છ સંસ્થાન ચિતવતાં સમચોરસ સંસ્થાન પ્રવર હોવાથી તે સંસ્થાન (શરીરને આકાર) શ્રેષ્ઠ છે, એટલે રજુ ગણિત તથા સમચોરસ સંસ્થાન પુંડરીક છે, બાકીનાં પરિકમોદિક ગણિત તથા ગ્રોધ પરિમંડલ વિગેરે સંસ્થાને કંડરીક જાણવાં, હવે ભાવ પંડરીક કહે છે, .
ओदइए उपसमिए खइए य तहा खओवसमिए अ परिणामसन्निवाए जे पवरा तेवि ते चेव । नि. १५५ ।
ઔદયિકભાવમાં તથા પશમિકક્ષાપશમિક પરિણામિક અને સાંનિપાતિકભાવમાં વિચારતાં તેઓમાં જે પ્રધાન દયિક વિગેરે ભાવે છે તે અહીં લેવા. તથા ઔદયિકભાવમાં તીર્થ કરો અનુત્તર ઉપપાતિક દેવતાઓ તથા સોપાંખડીવાળાં ધળાં કમળ પિંડરીક જાણવાં. ઔપશમિકભાવમાં સંપૂર્ણ મેહશાંતવાળા સાધુ જાણવા. ક્ષાયિકમાં કેવળજ્ઞાની લેવા. ક્ષાપશમિકમાં વિપુલમતિ મન:પર્યવજ્ઞાની તથા ચૌદપૂવી અને પરમાવધિઓ થોડાકે બધા લેવા. પરિણામિકમાં ભવ્ય જીવ લેવા. સાંનિપાતિકમાં બે ત્રણ વિગેરે સંયોગમાં સિદ્ધ વિગેરે પોતાની બુદ્ધિએ પિંડરીકપણે વિચારવા. બાકીના કંડરીક જાણવા. અથવા બીજી રીતે પિંડરીક બતાવે છે. अहवावि नाणदंस्णचरित्तविणए तहेव अज्झप्पे । जे पवरा होति मुणी ते पवरा पुंडरीया उ ।१५६॥