________________
સત્તરમું શ્રી પિંડરીક અધ્યયન.
તથા સોનાનાં બનેલ ઘરેણાં વિગેરે લેવાં. આ પ્રમાણે ઉપર બતાવેલાં કાંસા વિગેરેની ઉત્તમ વસ્તુઓ વિગેરે છે તે અચિત્ત પિડરીક જાણવા.
મિશ્રદ્રવ્ય પિંડરીકમાં તે તીર્થકર ચકવતી વિગેરે જેમણે શ્રેષ્ઠ કડાં બાજુબંધ મુકુટ વિગેરે પહેરેલાં હોય. દ્રવ્યપંડરીક પછી ક્ષેત્ર પિડરીક કડે છે. (તે પહેલાં) ટીપણમાં આપેલી ગાથા અને તેનો અર્થ કહીયે છીયે. अच्चित्तमीसगेसुं दव्येसुं जे य होति पवरा उ। ने होति पोंडरीया सेसा पुण कंडरीया उ ॥१॥
આ ગાથા કેક પ્રતમાં છે તેથી તેની ટીકા નથી. પણ તેનો સાર એ છે કે –અચિત્તતથા મિશ્ર દ્રવ્યોમાં જે ગુણોથી ઉત્તમ હોય તે પુંડરીક છે અને બાકીના કંડરીક છે.) जाई खेत्ताइं खलु मुहाणुभावाई होति लोगंमि । देव कुरुमादियाई ताई खेत्ताई पवराई ।१७२।
જે દેવકુર વિગેરે ક્ષેત્રોમાં સારા અનુભાવ( રસ )થી શ્રેષ્ઠ વસ્તુઓ થાય તે આધારે તે ક્ષેત્રે પણ પિંડરીક નામે ગણાય છે. હવે કાલ પંડરીક કહે છે. जीवा भवहितीए कायठितीए य होंति जे पवरा। ने होति पोंडरीया अवसेसा कंडरीया उ ।१५३