________________
પુજ્યપાપ પ્રરૂપક તૃતીય અંકઃ સમયસાર ગાથા ૧૪૫ "सपरं बाधासहिदं विच्छिण्णं बंधकारणं विसमं । વં લિહિં તદ્ધ તે સીવવું સુવવખેવ તથા ” - શ્રી કુંદકુંદાચાર્યજી કૃત પ્રવચનસાર, ગા. ૭૬
૪. આશ્રય અભેદથી કર્મ એક સ્વરૂપ
શુદ્ધ એવો મોક્ષમાર્ગ અને શુભ અશુભ એવો બંધમાર્ગ પ્રત્યેકપણે કેવલ જીવમય અને કેવલ પુદ્ગલમય એમ અનેક છે - જૂદા જૂદા ભિન્ન છે. આમ અનેકપણું સતે પણ શુભ કર્મ હો કે અશુભ કર્મ હો પણ તે પૌગલિક હોઈ કેવલ બંધમાર્ગનો જ આશ્રય કરે છે. એટલે કેવલ બંધમાર્ગનો આશ્રય કરતા પરદ્રવ્યરૂપ આશ્રય અભેદથી કર્મ એક સ્વરૂપ છે. આ અંગે શ્રી “પ્રવચનસાર', ૨ - ગા. ૮૯ માં કહ્યું છે કે – “અન્યોમાં શુભ પરિણામ તે “પુણ્ય', અશુભ તે “પાપ” એમ કહ્યું છે, અનન્યગત પરિણામ તે દુઃખક્ષય કારણ સમયમાં (સિદ્ધાંતમાં કહ્યું છે.” આ ગાથાની અદ્દભુત તાત્ત્વિક મીમાંસા કરતાં પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ પ્રકાર્યું છે તેમ - પ્રથમ તો પરિણામ દ્વિવિધ છે - પરદ્રવ્ય પ્રવૃત્ત અને સ્વદ્રવ્ય પ્રવૃત્ત, તેમાં પરદ્રવ્ય પ્રવૃત્ત તે પરથી ઉપરક્તપણાને (રંગાવાપણાને) લીધે વિશિષ્ટ પરિણામ છે, પણ સ્વદ્રવ્ય પ્રવૃત્ત તો પરથી અનુપરક્તપણાને (નહિ રંગાવાપણાને) લીધે અવિશિષ્ટ પરિણામ છે. તેમાં - વિશિષ્ટ પરિણામના બે વિશેષો કહ્યા છે - શુભ પરિણામ અને અશુભ પરિણામ. તેમાં - પુણ્ય - પુદ્ગલબન્ધના કારણપણાને લીધે શુભ પરિણામ તે પુય, પાપ પુદ્ગલ બન્ધના કારણપણાને લીધે અશુભ પરિણામ તે પાપ. પણ અવિશિષ્ટ પરિણામનો શુદ્ધપણાએ કરીને એકપણાને લીધે વિશેષ છે નહિ, તે કાળે કરીને સંસાર-દુઃખ હેતુ કર્મપુદ્ગલના ક્ષય કારણપણાને લીધે સંસાર દુઃખ હેતુ કર્મ પુદ્ગલનો ક્ષયાત્મક મોક્ષ જ છે.” આ પરથી સ્પષ્ટ સમજાય છે કે – શુભ કે અશુભ પરિણામ પરદ્રવ્ય પ્રવૃત્ત હોઈ કેવલ પૌગલિક બંધમાર્ગનો જ આશ્રય કરે છે, એટલે કેવલ બંધ માર્ગાશ્રિતપણાએ કરી આશ્રય અભેદને લીધે કર્મ એક સ્વરૂપ છે. આમ કારણ અભેદથી, સ્વભાવ અભેદથી, ફલ અભેદથી અને આશ્રય અભેદથી કર્મ એક સ્વરૂપ છે એમ સિદ્ધ થયું - તિ સિદ્ધ |
*"सुहपरिणामो पुण्यं असुहो पावत्ति भणियमण्णेसु । પરિણામોળ, તો સુવવવવવવાર સમયે ” - શ્રી પ્રવચનસાર', ૨ - ગા. ૮૯
પર પુદ્ગલ
૧૩