________________ मोहनचरिते चतुर्थः सर्गः। અને તે વખાણવા લાયક છે. મેતો પ્રમાદથી ફેગટ ચારિત્ર મલિન કર્યું. શું વિત્ત માણસને મરણથી રક્ષણ કરી શકે છે ? એમ ન હોય તો ઘણું કષ્ટ વેઠીને આ મંદબુદ્ધિના લેકે શાવાતે તે કમાવે છે ? “દ્રવ્યથી લુગડાંલત્તાનું તથા ખાવાપીવાનું સુખ આ લેકમાં મળે છે, અને સાત ખેતરમાં વાવે તો પરભવમાં તેથી અનંતગણું ફળ મળે છે એવું દ્રવ્યથી મળનારું ફળ મનમાં રાખીને લેકે તે કમાવે છે.” એ ઉત્તર પણ મને ઠીક લાગતો નથી. કારણ કે, લેકમાં ભિક્ષાનેવારતે પર્યટન કરે તે દેહયાત્રા જેટલું શુદ્ધ આહારપાણી તથા વસ્ત્રાપાત્ર (લુગડાં તથા પાત્રો) મળી નહીં શકે કે શું? સાવધ વ્યાપારથી દ્રવ્ય કમાવીને જે માણસ ધર્મકરણ કરવા ઈચ્છે છે, તે પોતે કાદવમાં પગ બોળીને ફરીથી તેને જોઈ નાંખવા ચાહે છે. દ્રવ્ય કમાતા જેટલું નવું અશુભકર્મ બંધાય છે, તેટલું જ જે દ્રવ્યથા કરેલા ધર્મે કરીને નાશ પામતું હોય તે આટલી મહેનત કરવામાં શું ફાયદો ? હું હલાહલને ઝહર માનતું નથી, ઝહર દ્રવ્યજ છે. કારણ કે, હાલાહલ તો થોડા વખત સુધી દુખ આપે છે, અને દ્રવ્ય તે નારકીની વેદના આપનારું છે. વિષયના સેવનથી વિષયની આશા શાંતિ પામતી નથી. તે તો તેથી ઉલટી વધે છે. જેમ ઘી રેડે તો અગ્નિ ઓલવાતો નથી, પરંતુ ઉલટ વધારે પ્રદીપ્ત થાય છે, તેમ મરણ સુધી વિષયેનું સેવન કરીએ તો છેડે વિષયની આશા માત્ર વધે છે, બીજુ કંઇજ બાકી રહેતું નથી. વૃદ્ધાવસ્થામાં તાકદ નહીં હોવાથી માણસ વિષય ભોગવી શકતો નથી, તેથી ભેગની આશા તે દશામાં જીવને ઘણે આકુળવ્યાકુળ કરે છે. જેમ જેમ ભેગની આશા વધે છે તેમ તેમ ઇંદ્રિના વિષય એને છોડી દે છે. ઠીક છે, ઘરડો માણસ કને વહાલું લાગે એ વિષે પિતાને વિષે આસકત થયેલા અને ઠગીને પોતે જ જો નીકળી જવાવાળા હોય, તો તેમને પહેલેથીજ છોડી દેવા એમાં આપણું હિત છે. માણસ જે વિવેકથી પિતાની મેળેજ વિષયને મૂકી દે, તે એ છોડેલા વિષય પાછી કંઈ ઉપદ્રવ કરી શકે કે શું ? વાસ્તે બધે પરિગ્રહ છેડી દઈને સંયમને આશ્રય કરે, કારણ કે, સંસારસાગરમાંથી ઉતારનારું સંયમ જેવું બીજું કંઈ સાધન નથી. અર્થે સંગીપણાને આશ્રય કરું.” 132-149. એ નામથી પ્રસિદ્ધ એક જબરું. કહે છે : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak'Trust