________________ વરિત. ] મોહનચરિત્ર સર્ગ પદરેમ. ( રૂદ સોશતઃ શ્રાદ્ધ નૈમિશિરોમઃ | लग्नास्तपसि यदातो गुरुसान्निध्यमर्थ्यते // 5 // જૈન સંપ્રદાયના મુનિમાં શિરોમણીરૂપ આ શ્રીમેહનલાલજી મહારાજના ઉપદેશથી શ્રાવકે તપશ્ચર્યા કરવા લાગ્યા. અથવા, ( કવિ કહે છે કે, ) એટલા માટેજ ગુરુના સમીપમાં રહેવાનું ઈચ્છવામાં આવે છે. પ. सत्सङ्गतौ नरः सन्तो भवन्ति दुर्जना अपि / श्रीखण्डसङ्गतो यदा बब्बुलश्चन्दनायते // 6 // સપુરુષોની સંગતિમાં રહેવાથી દુર્જન મનુષ્યો પણ સજજન બને છે. તેને માટે કવિ દૃષ્ટાન્ત કહે છે કે,) ચંદનની પાસે રહેવાથી બાવળ પણ ચંદન થાય છે. અર્થાત મલયાચળ પર્વતમાં ચંદનનાં વૃક્ષો થાય છે તેની પાસે બાવળ વિગેરે જે જે વૃક્ષો હોય છે તે પણ ચંદનમયજ થાય છે. 6. दुस्सङ्गतो महासत्त्वो मजते व्यसनाम्बुधौ / युधिष्ठिरकृतं यूतं कस्य नात्र निदर्शनम् // 7 // નઠારી સોબતથી સજજન હોય તે પણ ઘણે દુઃખી થાય છે. એ વાતમાં દષ્ટાંત જોઈએ તો યુધિષ્ઠિરના ઘતના દાખલાથી (એ ઘતે રમ્યા હતા એ વાતથી) કણ અજાણ્યું છે ? અર્થાત્ સર્વ કોઇ જાણે છે કે યુધિષ્ઠિર સરખાને પણ દુયોધન જેવાની સોબતને લીધે ધત રમવાનું મન થયું હતું. 7. तस्मात्सत्सङ्गतिः कार्या हेया दुर्जनसङ्गतिः। सत्सङ्गतिश्च व्यर्थैव सत्यां दुर्जनसङ्गतौ // 8 // // તેટલા માટે પુરુષોને સંગ કરવો અને દુર્જનની સંગતી ત્યજી દેવી. ( કારણ કે, જયાં સુધી દુર્જનોની સંગત હોય ત્યાં સુધી સત્સંગતિ (સજજનને સંગ) વ્યર્થ છે. અર્થાત સજજનોનો સંગ હોવા છતાં પણ જયાં સુધી દુર્જનોની સોબત હોય ત્યાં સુધી સજજનેનો બાધ લાગતો નથી, માટે દુર્જનોની સબત ત્યજી દઈને કેવળ સજજનેની જ સાબત રાખવી. 8. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust