________________ તે વતિમ ] મેહનચરિત્ર સર્ગ પંદરમે. ( રૂ૭૨ ) श्रुत्वा चैतत्परैः प्रोक्तं प्रस्तावोऽयं निरर्थकः / सद्यो योऽलङ्करोत्येष एव चालङ्करिष्यति // 69 // એ સાંભળીને બીજાઓએ કહ્યું કે, “એ વાત પૂછવી નકામી છે. કારણ કે, હાલમાં જે (હર્ષમુનિજી) શોભાવે છે તેજ પછીથી પણ શોભાવશે. 69. न श्राद्धैर्न महाराजैर्दत्तं चास्मा इदं पदम् / मान्यमान्यैर्भगवतीसूत्रैर्दत्तमिदं पदम् // 70 // એમને આ પદ મહારાજે પણ આપ્યું નથી તેમ શ્રાવકોએ પણ આપ્યું નથી પરંતુ શ્રેષ્ઠ પુરુષોએ પણ માન્ય કરવા ગ્ય ભગવતીસૂત્રે આ પદ આપેલું છે.”૭૦. युक्तियुक्तमिदं वाक्यं श्रुत्वा सन्दर्भसंयुजम् / मोहनर्षिर्जहासोच्चैः समं श्रावकवृन्दकैः // 71 // યુક્તિવાળું તથા પ્રસંગને મળતું આવતું આ વાક્ય સાંભળીને મહારાજશ્રીને હસવું આવ્યું તથા બીજા શ્રાવકને પણ હસવું આવ્યું. 71. श्रीमद्भगवतीसूत्रस्याज्ञैवास्ति गरीयसी / तत्कृतं नान्यथा भावीत्यवोचच्च स्फुटं वचः॥ 72 // શ્રીમદ્ભગવતી સત્રની આજ્ઞા સર્વના કરતાં વધારે માન્ય છે અને તેનું કરેલું કોઈથી અન્યથા થવાનું નથી” એમ પોતે મહારાજશ્રીએ પણ સ્પષ્ટ કહ્યું. 72. इतः प्रभृति च प्रायो मुनिपद्मविभावसुः / न व्याख्याति विरुग्णात्मा मोहनर्षिरमोघहक् // 73 // મુનિરૂપી કમળોને પ્રફુલ્લ કરવામાં સૂર્યસરખા, સફળ વિચારવાળા, મેહનલાલજી મહારાજ શરીર શિથિલ હોવાથી ત્યાર પછી વ્યાખ્યાન કરતા નહીં. 73. P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust