________________ વરિત.] મેહનચરિત્ર સર્ગ સોળમે. ( 38 ) પ્રાર્થનાથી ચંપાગલીને મુગટરૂપ અર્થત ચંપાગલીમાં આવેલા તેમના નવા ઘરને શિષ્યએ સહિત ( પધારીને) પાવન કર્યું. भवभ्रमणभयभीतभव्यजनहृदयभवनलीनातिप्राचीनमलिनसंस्कारतिरस्कारस्फारभास्करे मुनिजने गच्छति जयध्वनिना तुर्यताररवेण च खं पूर्णोदरभाण्डं चक्रे / सत्यापितं च वरघोटकदृश्यकेन वसुंधराया वसुंधरोति नाम श्रावकैस्तदानीम् / कृतं च तस्मिन्वासरे सविशेषमशेषकलुषवनवनानलः पूजाप्रभावनासाधमिकवात्सल्यादि शुभकृत्यं श्रावकशिरोमणिना वाडीलालेन સંસારમાં પરિભ્રમણ કરવું પડે તે રૂપી ભયથી ભય પામતા ભવ્ય જીવિના હૃદયમંદિરમાં ઘણા વખતથી લીન થઈ ગયેલા (લપાઈ ગયેલા ) અત્યંત મલિન સંરકારોરૂપી અંધકારને તિરસ્કાર કરવામાં પ્રચંડ સૂર્યસરખો શ્રી હનલાલજી મહારાજ વિગેરે મુનિસમુદાય, માર્ગમાં ચાલતો હતો તે વખતે જ્યજયકારના શબ્દોથી તથા વાદિના મોટા શબ્દોથી આકાશ વ્યાપ્ત થઈ ગયું હતું. તે સમયે શ્રાવકોએ પૃથ્વીનું વસુંધરા નામ વરઘોડાના દેખાવથી સત્ય કરી - આપ્યું હતું. અર્થાત્ વસુ એટલે ધન તેને ધારણ કરવાથી પૃથ્વીનું વસુંધરા નામ પડેલું છે તે વરઘોડો નીક હતો તે વખતે ઘણી સમૃદ્ધિવાળા તેના દેખાવથી યથાર્થ કરી આપ્યું. તે સમયે શ્રાવકોના શિરમણ વાડીલાલે સમગ્ર પાપરૂપી વનને નાશ કરનાર દાવાનળના સરખાં પૂજા પ્રભાવના સાધર્મિવાત્સલ્ય વિગેરે શુભ કર્મો કર્યા. अनेन श्रेष्ठिना तत्र स्थित्यै बहप्रार्थ्यमानोऽपि मुनीश्वरो दित्राण्येव दिनानि स्थित्वा धर्म चोपदिश्य विहर्तुकामोऽत्युत्सवसमलंकृतः पुनर्लालबागमध्यासाञ्चक्रे / परन्त्वागमनसमनन्तरमेव प्रचण्डव्याधिमण्डलाकाण्डताण्डवितत्वान्न विहर्तुं शशाक। એ વાડીલાલે ત્યાં રહેવાને માટે ઘણી પ્રાર્થના કરી તો પણ પોતાનો વિહાર કરવા જવાનો વિચાર હોવાથી મુનીશ્વર શ્રી મોહનલાલજી મહારાજ, બે ત્રણ દિવસ રહી ધર્મનો ઉપદેશ કરી ઘણા ઉત્સવ સાથે ફરીથી લાલ બાગમાં પધાર્યા, પરંતુ, લાલબાગમાં આવતા બરોબરજ ઓચિંતો પ્રબળ વ્યાધિ લાગુ પડવાથી પોતે વિહાર કરવા જઈ શક્યા નહિ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust