Book Title: Mohan Charitam
Author(s): Damodar Sharma, Ramapati Mishra, Raghuvansh Sharma
Publisher: Jain Granthottejak Parshada

View full book text
Previous | Next

Page 437
________________ વરિતમ્. 1 મોહનચરિત્ર સ સળો . ( રૂરૂ ) આપના જવાથી અમે શેક કરવા યોગ્ય બની ગયેલા છે. અને તે મુનીશ્વરેશ ! વધારેમાં વધારે શેક કરવાની વાત તો એ છે કે “અરેરે!!! હવે સ્યાદ્વાદરૂપી કૈરવના ( પિોયણાંના) કુળને કોણ ખીલવશે ?' એમ કહેવા લાગ્યા. 74. વजैनधर्मधुराधारो धाराधारः कुकर्मणाम् / गुरुहतो विधे ब्रूहि धरा कस्मादसुंधरा // 75 / / કેટલાક તો કહેવા લાગ્યા કે, “હે વિધિ! જૈન ધર્મની ધુરા (ધૂસરી) ને ધારણ કરનાર, દુષ્ટ કમીને નાશ કરવામાં ખગ સરખા, અમારા ગુરુને તેં હરિ લીધા તો પછી હવે પથ્વી વસુંધરા ( રત્નને ધારણ કરનારી ) કેમ કહેવાશે ? કારણ કે, રત્નરૂપ અમારા ગુરુ હતા તે તો હરી લીધા તે પછી તેને રત્નને ધારણ કરનારી શી રીતે કહેવાય ? 75. * વિ7– गुरुकल्पद्रुमोऽसेवि मया हा फलकामतः। तत्तु दूरे गतं ध्वस्तः सोऽस्मत्कामनया सह // 76 // કેટલાક તો એમ કહેવા લાગ્યા કે–“અરે રે ! મેં ફળની ઇચ્છાથી ગુજરૂપી કલ્પવૃક્ષને સે. તેનું ફળ મળવાનું તે એક બાજુ રહ્યું પણ તે ગુરૂજીરૂપી ક૯પવૃક્ષજ અમારા મનની કામનાની સાથે નાશ પામ્ય અર્થાત્ એમના નાશ પામવાથી અમારા મનની ઈચ્છા પણ નાશ પામી ગઈ.”૭૬.. तदैव दर्शनार्थमायाता अन्ये च दर्शनानन्दलाभाय आयाता हा दिशो दिशः / स तु दूरे गतो दुःखमवाच्यमनुभूयते // 77 // તેજ વખતે દર્શન કરવાને માટે આવેલા બીજા પણ કહેવા લાગ્યા કે“અરેરે ! દર્શનના આનંદનો લાભ મેળવવા માટે આપણે દશેય દિશાઓમાંથી આવ્યા, પરંતુ તે આનંદ તો ઘણો દૂર જતો રહ્યો અને કહી પણ ન શકાય તેવાં દુઃખને અનુભવીએ છીએ. 77. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450