________________ चरितम्.] ____भानयरित्र सण सागभा. (393 ) ____ अथ भवदुपदेशामृतपानप्राप्तास्तिक्यतमास्मत्कारितातिमनोरमजिनालये प्रतिष्ठा भाविनी तत्तत्र श्रीमद्भिरवश्यं गन्तव्यामिति देणुवास्तव्यः संघः सविनयं मुनिनायकं विज्ञापयामास / બાદ દહેશુના સંઘે આવી મુનિયામાં અગ્રેસર શ્રીમેહનલાલજી મહારાજની વિનયપૂર્વક પ્રાર્થના કરી કે “આપના ઉપદેશરૂપી અમૃતના પાનથી આસ્તિક થયેલા અમોએ કરાવેલા મનહર દેરાસરમાં પ્રતિષ્ઠા કરવાની છે માટે આપે ત્યાં અવશ્ય પધારવું જોઈએ.” स्वयं गन्तुमशक्नुवानो मोहनमुनिस्तत्प्रार्थनया जयनयकल्याणाभिधांस्त्रीन्मुनींस्तत्र गन्तुमनुमेने / तेऽपि तत्र गत्वा यथाविधि निर्दिष्ट मुहूर्ते जितरागं जिनराजं प्रतिष्ठापयाञ्चक्रिरे। अतिहर्षपुलकितरोमाञ्चकलिकाः श्रावकाः समहोत्सवमाष्टाहिकोत्सवं सामिकवात्सल्यं च निश्शल्यं चक्रुः / मन्दिरमुद्दिश्य घृतादितोऽष्टादशसहस्रसंख्यावच्छिन्नं द्रव्यं तदानीमुत्पेदे। એવી તેઓની પ્રાર્થનાથી શ્રી મોહનલાલજી મહારાજે પોતાનાથી જઈ શકાય તેમ ન હોવાથી યમુનિજી, નયમુનિજી તથા કલ્યાણમુનિજી એ ત્રણ મુનિને ત્યાં મોકલ્યા. તેઓએ પણ ત્યાં જઈ બતાવેલા મુહૂર્તમાં રાગને જીતનાર જીનેશ્વર ભગવાનની વિધિ પ્રમાણે પ્રતિષ્ઠા કરાવી. અત્યંત હર્ષને લીધે ઉભાં થઈ ગયેલાં રૂંવાડાંવાળા શ્રાવકોએ ઘણા ઉત્સવ સાથે અઠાઈનો મહોત્સવ અને સાધર્મિવાત્સલ્ય નિર્વિધ્ર કર્યું. તે વખતે મંદિરમાં ઘી વિગેરેના થઈને રૂપિઆ અઢાર હજાર ઉત્પન્ન થયા. .. अथ मुनिकैरवकुमुदिनीनायको मुनिमोहनलालो धम्मोंपदेशतस्ताराचन्द्राङ्गभुवं पानाचन्द्रं तत्पत्नी हीराकुमारी च चतुर्थव्रतमङ्गीकर्तुमुपदिदेश / तावपि जम्पती त्वरितमेव तदुपदेशमङ्गीचक्राते / तत्प्रसंगत उद्यापनाष्टाहिकोत्सवाष्टोत्तरस्नात्रसाधम्मिकवात्सल्यादिकृत्यजातं सहस्रपञ्चकव्ययेन कृत्वा ध. न्यवादमवापतुः / P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust