________________ ( 276) મહિનચરિત્ર સર્ગ આઠમ. ત્યારબાદ ભાયખાળેથી મેહનમુનિજીને પધરાવવાવાતે મોટી ધામધૂમથી તૈયાર કરેલા વરધોડા સાથે ગુરુમહારાજ મેહનમુનિજીને તેડવા ગયેલા તમામ લેકે તેમને આગળ કરીને ત્યાંથી નીકળ્યા. તે વખતે વરઘોડાની રચના અપર્વ બની હતી. તેમાં જાતજાતના પિશાક તથા ઘરેણાં પહેરીને સુંદર ગાડીમાં બેઠેલી છોડીઓ તથા છોકરાઓ વાગતાં વાજાની સાથે આગળ ચાલતા હતા. અંગ્રેજી વાજાંના મધુરશબ્દ સાંભળીને આનંદ પામેલા તથા તરેહ તરેહનાં ઉચાં વસ્ત્રો પહેરવાથી સુંદર દેખાતા એવા ઘણું સુખી શ્રાવકો પાછળ ચાલતા હતા. ઘણી ઉંચી કિનખાબની સાડીઓ પહેરેલી તથા મોતીના અને રત્નજડિત અલંકારો પહેરેલી હજારો સુંદર સ્ત્રીઓ મધુર સ્વરે મોહનમુનિજીના ગુણ ગાતી હતી. રસ્તે જતાં વચ્ચે વચ્ચે રાગી શ્રાવકો ગંભીરધ્વનિથી મોહનલાલ મહારાજકી જ્ય” એ શબ્દ વારંવાર બોલતા હતા. વરડાની વચમાં ચેલાઓના પરિવાર સહિત શ્રીહનમુનિજી વિરાયા હતા. એવી વરઘોડાની મને હર શંભા આદરથી જોઈને મુંબઈના રહીશ બીજા લેકેને પણ આવો સમારંભ જોવાથી આપણાં નેત્ર સફળ છે, એમ લાગ્યું. પર-પ૬. ततः सपरिवारास्त आजग्मुर्मोहनर्षयः / वसतिं नगरीमध्य-वर्तिनीं प्राशकां वराम् // 57 // પછી પરિવાર સહિત મેહનમુનિજી સાધુને રહેવા લાયક અને શહેરના મ ધ્યભાગે આવેલા લાલબાગમાં આવ્યા. 57. देशनायां च संबाध-स्तत्राभूदागगोचरः। / તિસ્ત્રોડક્યુરિવર્તી –ન્તિત્તરમાસતા 58 | ત્યાં દરરોજ સવારમાં મહામુનિજીનું વ્યાખ્યાન શરૂ થયું, ત્યારે કહેવાય નહીં એટલી ભીડ થવા લાગી, તે એટલી કે, ઉપર પડેલો તલપણ અંદર પરણી શકે નહીં! 28. व्याख्यानशालां विस्तीर्णां तदा संघो न्यवेशयत् / / सहस्रपञ्चकं यत्रो-पविशेच्छृण्वतां नृणाम् // 59 // ત્યારે સંધે વિચાર કરીને, સાંભળનારા પાંચ હજાર માણસ અંદર બેસી શકે એવી માટી વ્યાખ્યાનશાળા તુરત બનવાવી. એલ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak jirust