________________ ( ર૮૪) નોનવરિતે દ્વારા : I [ GT. परं यदा यदा श्रेष्ठी स्मरति स्वां प्रियां तदा / तदा ममास्ति गन्तव्यमिति व्याहरति स्फुटम् // 62 // પરંતુ, જયારે જયારે તે મલય શેઠ પિતાની પ્રિયાને સંભારે ત્યારે સ્પષ્ટ કહે કે, “હવે તે હારે જરૂર જવું છે.”૬૨. एवं तद्वचनं भूयोभूयो न्यकारकारणम् / तस्याभूदिति च प्रष्टुं लमास्ते गमनं कदा // 63 // આ પ્રમાણે ( જાય નહીં પણ જવું છે જવું છે કર્યા કરે તેવું ) તે શેઠનું વચન (ખે દિલાસે આપવારૂપી વચન) શેઠની નિંદાનું કારણ થયું અર્થાત્ તેની નિંદા થવા લાગી અને તે વાક્ય સાંભળીને તેના નોકર પૂછવા લાગ્યા કે, “આપણે ક્યારે જવાનું છે ? " 63. वृद्धेन तस्य भृत्येन प्रोक्तं श्रेष्ठिन्ममापि च / इच्छास्ति व्रज पश्यामो देशं पुत्रादिशोभितम् // 64 // તે શેઠના વૃદ્ધ સેવકે પણ કહ્યું કે–“હે શેઠ! મારી પણ એવી ઈચ્છા છે કે, આપણે પુત્રાદિકથી શોભી રહેલા દેશને જોઈએ. માટે, ચાલે. 64. व्यापारस्य न चान्तोऽस्ति न लोभस्य महात्मनः / निश्चितेऽर्थे विलम्बेन दिनं वर्षायते न किम् // 65 // વ્યાપારને કંઈ છેડો નથી. અને મોટા લાભને પણ થોભ નથી.” (કવિ કહે છે) નિશ્ચય કરેલી બાબતમાં વિલંબ કરવાથી એક દિવસ પણ વર્ષ જેટલી નથી જણાતા કે શું ? અર્થાત્ જણાય છે. 65. वृद्धस्य योग्यसाचिव्यात्तदा निववृते मनः। मलयस्य महारम्भस्येव मोहनवाक्यतः // 66 // તે વૃદ્ધની ગ્ય શીખામણને લીધે, મોહનલાલજી મહારાજના વાક્યથા જેમ મહારંભ એટલે મોટા મોટા કામકાજ કરનાર સંસારી નિવૃત્તિ પામે છે (આરંભરહિત અનગારી મુનિ થાય છે, તેમ તે મલયનું મન નિવૃત્તિ પામ્યું. 66, P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust