________________ વરિત. ] મોહનચરિત્ર સર્ગ તેર. અભ્યાસ એજ સમગ્ર સત્કાર્યોનું મૂળ છે. અર્થાત્ તમામ સત્કાર્યો અભ્યાસથીજ બની શકે છે. અને તે અભ્યાસ કલ્પવૃક્ષ જે છે. માટે તેમાં જ એટલે અભ્યાસમાંજ સમય વીતાઓ. ૧૫ર. आत्माविर्भावने सर्वकारणात्प्रथमोऽयकम् / शनैः शनैः स कर्त्तव्यः साहसोत्साहपूर्वकम् // 153 // આત્માને પ્રકટ કરવામાં એટલે આત્માનું ખરું સ્વરૂપ સમજવામાં આ અભ્યાસજ પ્રથમ કારણ છે, માટે તે અભ્યાસ સાહસ અને ઉત્સાહથી ધીરે ધીરે કરે. 153. शनैः शनैः प्रवृद्धस्य स्थायित्वं भवति ध्रुवम् / एरण्डो वर्द्धते शीघ्रं क्षीयते चाल्पकालतः॥ 154 // અને જે અભ્યાસ ધીરે ધીરે વધારે હોય છે તે જરૂર થાયી ( ટકી શકે તે) થાયે છે, (પરંતુ ઉતાવળથી કરેલે ટકી શકતું નથી. ત્યાં દૃષ્ટાંત આપે છે કે,) એરંડાનું ઝાડ જલદી વધે છે અને તે સુકાઈ પણ થોડા જ સમયમાં જાય છે, તેમ જલદી જલદી કરેલે અભ્યાસ પણ નાશ પામે છે. 154. केचिदादौ प्रकुर्वन्ति सन्ति कार्याणि भूरिशः। अन्ते तेभ्यो विरज्यन्ते मोहोपहतचेतनाः / / 155 // કેટલાક માણસે કેટલાક સારા કાર્યોને પહેલાં આરંભે છે અને પછી મેહને લીધે હણાયેલા મનવાળા તેઓ છેવટ તે કાર્યોને છોડી દે છે. 155. केचित्प्रवृत्तिकाले तु प्रवर्त्तन्ते शनैः शनैः / क्रमशो वर्द्धमानास्ते साधयन्ति सुनिश्चितम् // 156 // તથા કેટલાક તો શરૂઆતમાં ધીમે ધીમે કાર્ય કરે છે, અને ક્રમે ક્રમે વૃદ્ધિ પામનારા તેઓ જરૂર પોતાનું કામ સાધી શકે છે. 156. तस्माच्छक्त्यनुसारेण प्रवृत्ती रुचिपूर्विका / कर्त्तव्या कामधेनुः सा फलं दत्ते समीहितम् // 157 // માટે પોતાની શક્તિને અનુસાર ચિપૂર્વક પ્રવૃત્તી કરવી અને તે પ્રવૃત્તી કામધેનુની પેઠે ઇચ્છિત ફળ આપે છે. 157. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust