________________ કેટલોકોએ સપન એજ બળવાન એ પ્રમાણે સર્વે પરત ] મેહનચરિત્ર સર્ગ તેરમો. ( રૂ૩ ) કેટલાક દ્રવ્યરહિત પણ ધર્મકાર્યોમાં લાગેલા મનવાળા પુરુષોએ જ્યારે દ્રવ્ય મળશે ત્યારે પ્રથમ તે દ્રવ્ય મંદીર કરાવવા વિગેરે ધર્મકાર્યમાં વાપરીશું એ પ્રમાણે શ્રદ્ધાપૂર્વક સંકલ્પ કરીને ઘણા ધમ સંપાદન કર્યા. 143-144. कैश्चित्कायैर्मनोभिश्च कैश्चिकैश्चिच भाषणैः। धर्मः सम्पादितो विश्वैः शक्तिरेव बलीयसी // 145 // કેટલાએક શ્રાવકોએ શરીરથી, કેટલાકએ મનથી અને કેટલાકએ ભાષણથી (વાણીથી) એ પ્રમાણે સર્વેએ ધર્મ સંપાદન કર્યો. ( કવિ કહે છે કે) શકિત એજ બળવાનું છે, માટે જેની જેવી શક્તિ હતી તે પ્રમાણે તેણે ધર્મ સંપાદન કર્યો. 145. करणैः कारणैः कैश्चिकैश्चिञ्चैवानुमोदनैः / धर्मप्रसंगतो धर्मः कृतः श्रावकपुङ्गवैः // 146 // કેટલાએક શ્રેષ્ઠ શ્રાવકોએ પોતે કરીને, કેટલાકોએ બીજાની પાસે કરાવીને અને કેટલાકોએ તે બીજા કરતા હોય તેને અનુમોદન આપીને (એટલે તેને ઉત્સાહ વધારીને) ધર્મના પ્રસંગથી પોતે ધર્મ ઉપાર્જન કર્યો. 146. श्रीमोहनमुनिर्धर्मं व्याख्याति स्म निरन्तरम् / ચઢા સુધ નૈવ પ્રવત યા વા છે ?47 . . શ્રી મેહનલાલજી મહારાજ પણ નિરંતર ધર્મોપદેશનું વ્યાખ્યાન કરવા લાગ્યા. (કવિ કહે છે કે, ) અથવા ચંદ્ર કોઇ પણ દિવસ મૃતને વરસાવ્યા વગર રહે છે કે શું ? નથી રહેતું. અર્થાત્ ચન્દ્ર દરરોજ અમૃત વરસાવે છે તે પ્રમાણે મોહનલાલજી મહારાજ પણ દરરોજ વ્યાખ્યાન આપવા લાગ્યા. 147. अथागतान्मुनिः श्राद्धानुवाच सकलान्प्रति / श्राद्धा धर्मे रुचिः कार्या सैव कल्पद्रुवल्लरी / / 148 // બાદ આવેલા સર્વ શ્રાવકોના પ્રત્યે મોહનલાલજી મહારાજ કહેવા લાગ્યા કે શ્રાવક ! ઘર્મઉપર પ્રીતિ કરવી. કારણ કે, એજ (એટલે ધર્મઉપરની પ્રીતિજ ), કિ૯પવૃક્ષની વેલ છે. (એટલે જેમ કલ્પવૃક્ષની વેલમાંથી ઈચ્છિત ફળ મળે છે તેવી રીતે ધર્મ ઉપરની પ્રીતિમાંથી મોક્ષરૂપી ફલ મળે છે 148. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust