________________ ( 322 ) મજેદનપત્તેિ યજ્ઞ: : ! [.ઉત્તરरुचिः प्रवर्तिका धर्मे धर्मः सर्वस्य कारणम् / इच्छैव हि प्रवृत्तीनां हेतुर्नात्र विचारणा // 149 // અને રુચિ એટલે ઈચ્છા એજ ધર્મમાં પ્રવૃત્તિ કરાવે છે, ધર્મ એ સર્વ સુખનું કારણ છે; કારણ કે, ઈછા એજ બધી પ્રવૃત્તીઓનું મૂળ કારણ છે, આ બાબતમાં કઈ વિચાર કરવાની જરૂર નથી. અર્થાત્ કઈ પણ કાર્ય કરવામાં એ નિયમ છે કે પ્રથમ તે વસ્તુને જાણે છે, પછી તેની ઈચ્છા કરે છે. બાદ તે મેળવવા યત્ન કરે છે. જેમ કે અમુક રીતે કરવાથી મારૂં અમુક કાર્ય થશે એ પ્રમાણે તેને ઈષ્ટસાધના જ્ઞાન થાય છે, દાખલા તરીકે-ક્વિનાઈન લેઈશ તો મારો તાવ જશે એ પ્રમાણે જ્ઞાન થયા પછી તેને વિનાઈન લેવાની ઈચ્છા થાય છે તે થયા પછી કિવનાઈન મેળવવા માટે પ્રયાસ કરે છે. તેથી એ સિદ્ધ થયું કે કોઈ પણ બાબતની પ્રવૃત્તિમાં ઈચ્છા એજ મૂળ કારણ છે, તે ઈચ્છા વગર કોઈ કાર્યમાં પ્રવૃત્તિ થઈ શકતી નથી અર્થાત્ ઈચ્છા થઈ કે પ્રવૃત્તિ થયા વગર રહેતી જ નથી. 149 य इच्छति स यतते व्यतिरेको न दृश्यते / रुचिरिच्छैव नान्येति भ्रतितव्यं कदाचन / / 150 // અને જે ઈચ્છા કરે છે તે યત્ન પણ કરે છે એમાં કંઈ ફેરફાર જણાતો નથી. અને રુચી છે તેજ ઈચ્છા છે. ઈચ્છા અને સચી જુદાં જુદાં છે એવી ભ્રાંતિમાં ક્યારેય પણ પડવું નહી. 150. रुची रागात्मिका नैव श्रेयसी क्षणिका यतः। अभ्यासात्फलविश्वासाजायते सा गरीयसी // 151 // પરંતુ તે રુચી રાગને લીધે ઉત્પન્ન થયેલી હોય તો તે ક્ષણિક હોવાને લીધે શ્રેયસ્કર ગણાતી નથી. પરંતુ ઘણા દિવસના અભ્યાસથી અને ફળના વિશ્વાસથી થયેલી શ્રેષ્ઠ છે. 151. अभ्यास एव कल्पद्रुर्बीजरूपोऽखिलस्य तु / सत्कार्यस्यति तत्रैव कालक्षेपो विधीयताम् // 152 // मिति जाते १"जानाति, इच्छति, यतते" इत्यस्य नियमस्य सार्वत्रिकत्वात् / यथा धर्मो मदिष्टसाधनामात भवति खलु धर्मे रुचिरिच्छापरपर्याया। जातायां हि तस्यां तत्रावश्यंभाविनी प्रवृत्तिः / प्रवृत्तरिच्छाज स्य नियतत्वादिति विवेकः। P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust