________________ રિત ] મોહનચરિત્ર સર્ગ તેરમે. ( 21 ) देवत्वमपि निन्दन्ति मानवत्वाद्विवेकिनः। निर्वाणे बहिरङ्गा यत्रयो मानवमन्तरा // 80 // જ્ઞાની મનુષ્યો તે મનુષ્યના ભવઆગળ દેવપણાને પણ નિંદે છે. કારણ કે, મનુષ્ય વગરના ત્રણ ભવો નિર્વાણમાં (મોક્ષમાં) નિરુપયોગી છે. 80. श्रुत्वा श्रुतविदो वाक्यं श्रीमोहनमुनीशितः। पानाचन्द्रसुता बुद्धा मणिर्मणिसमाशया॥.८१ // શાસ્ત્રને જાણનારા મુનિરાજ શ્રીમોહનલાલજી મહારાજનાં વાક્ય સાંભળીને મણીના સરખા નિર્મળ અંતકરણવાળી પાનાચંદ શેઠની પુત્રી મણીને બંધ થ.૮૧. ललौ दीक्षां महोत्साहपूर्वकं कर्मदारिणीम् / " માથા પર વ દૂT એ વિમુહ્યત / ૮ર || તેણે કર્મને નાશ કરનારી દીક્ષા ઘણા ઉત્સાહથી લીધી. ( કવિ કહે છે કે,) અબલાનું પણ આવું બલ જોઈને કોને વિરમય ન થાય ? અર્થાત્ સર્વને વિરમય થાય જ. 82. .. महत्तरायाः सूरश्रीनाम्न्या हस्ताद्रभूवह / दीक्षेयं च विनेयाभूजयाया निजभावतः॥ 83 // - આ દીક્ષા અત્યંત મોટાં સાધ્વીજી શ્રીસરશ્રીના હાથથી આપવામાં આવી . અને તે મણીબાઈ પિતાના ભાવથી જયશ્રીની શિષ્યા (ચેલી)થઈ. 83. : स्वान्ते फकीरचन्द्रस्य हेमचन्द्राङ्गजन्मनः। उपदेशो मुनेरासी-च्छुक्तौ स्वातीघनो यथा / / 84 // સ્વાતિને મેઘ જેમ છીંપમાં પ્રવેશ કરે છે તેમ શ્રમેહનલાલજી મહારાજના ઉપદેશે હેમચંદના પુત્ર ફકીરચંદના અંતઃકરણમાં પ્રવેશ કર્યો. તાત્પર્ય એ કે સ્વાતિ નક્ષત્રમાં વરસેલું જળ તો ઘણું જ હોય છે પરંતુ જે જળ છીંપરૂપી પાત્રની માંહિ આવે છે તેજ મોતિરૂપ થાય છે; તેમ મહારાજશ્રીનો ઉપદેશ તો સ્વાતિના જળની પેઠે સર્વને ઉદ્દેશીને હતું, પરંતુ આ ફકીરચંદ પાત્ર હેવાથી એના અંતઃકરણમાં ઠર્યો. 84. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust