________________ ( રર ) નોનવરિતે દ્વારા 1 [ ઉત્તર- पुत्रार्थं पुत्रपुत्रार्थं कश्चिदेवं प्रजल्पति / भ्रात्र) भ्रातृपुत्रार्थ भार्यार्थं चेति केचन // 101 // કઈ પુત્રને માટે, કઈ પુત્રના પુત્રને માટે, કઈ ભાઈને માટે, કઈ ભત્રીજાને માટે અને કોઈ સ્ત્રીને માટે કહે છે ( અમે જે કરીએ છે તે તેઓને માટે. કરીએ છે એમ કહે છે) 101. पण्डिताः कल्पितं मत्वा दृष्ट्वा च ज्ञानचक्षुषा / उञ्झन्ति संसृतिं सार्द्ध कदाग्रहविकत्थनैः // 102 // જ્ઞાની મનુષ્ય તે જ્ઞાનદૃષ્ટિથી મિથ્થારૂપ જાણીને આગ્રહ અને ખોટાં વખાણે સહિત સંસારને છોડી દે છે, અર્થાત્ તેમાં કોઈ જાતને આગ્રહ પણ રાખતા નથી અને તેને માટે ખેટાં વખાણ પણ કરતા નથી. 102. संसारमात्रे नो कार्या वासना भववर्द्धिनी / वासनाया महोरग्या दासो दासगणाधमः // 103 // સંસારની વૃદ્ધિ કરે (સંસારમાં આસક્તિ વધારે) એવી વાસના સંસારના કોઈ પણ પદાર્થમાં કરવી નહીં. કારણ કે, વાસનારૂપી નાગણને જે દાસ થયેલે છે, તે દારોમાં પણ અધમ ગણાય છે. 103. संगत्यागो महाधर्मो मोक्षप्राप्तिनिबन्धनम् / नाहं कस्य न मे कश्चिदात्मा दृश्यविलक्षणः // 104 // સંગનો ત્યાગ કરે (ત્યાગી થવું) એ મોટા માં મોટા ધર્મ છે અને તેથી મોક્ષ મળે છે. હું કોઈને નથી અને કોઈ મારું નથી, આ આત્મા છે તે દૃશ્ય એટલે જોવામાં આવતા જગતથી વિલક્ષણ (જુ) છે. 104. इत्याद्यनेकधा युक्त्या श्रीमोहनमुनिस्तदा। भिन्नवान्मोहसाम्राज्यं श्रोतृणां कल्पपादपः // 105 // એ પ્રમાણે સાંભળનારાઓના કલ્પવૃક્ષરૂપ, મોહનલાલજી મહારાજે તે વખતે અનેક યુકિતવડે મેહની મોટી સત્તાનો નાશ કર્યો. 105. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust