________________ ( 182) मोहनचरिते अष्टमः सर्गः / माघेऽसिते तृतीयायां प्रभाते मोहनर्षयः। विहृत्य सपरीवारा मुम्बापरिसरे ययुः // 87 // મહાવદિ ત્રીજને દિવસે પ્રભાતકાળમાં પરિવાર સહિત મહામુનિજી વિહાર કરીને ભાયખળા ઉપર આવ્યા. 87. दयाचन्द्रस्योपरोधा-स्थित्वा तत्र कियचिरम् / यथागतं विहृत्याथ प्राप्नुवन सुरतं क्रमात् // 88 // ત્યાં દયાચંદ મલકચંદનાં ઘણા આગ્રહથી ચાર પાંચ દિવસ મુકામ કરીને પછી જે રસ્તે આવ્યા તેજ રસ્તે અનુક્રમે વિહાર કરીને સુરત પધાર્યા. 88. अष्टादशी चतुर्मासीं तत्रैव न्यवसन्मुदा / धर्मोन्नतिर्हि यत्र स्या-त्तिष्ठेयुस्तत्र संयताः // 89 // પરિવાર સહિત મેહનમુનિજી સુખે અઢારમું ચોમાસું કરવાવાતે સુરતમાં જ રહ્યા. ઠીક છે, જ્યાં ધર્મની ઉન્નતિ થાય, એમ લાગે ત્યાં સંવેગી સાધુઓ 24 छ. 88. श्रीमोहनोपदेशेन मुम्बायां सुरतेऽपि च / तस्थुषां भविनां चित्तं धर्मरक्तमभूद्धशम् // 90 // મેહનમુનિજીના ઉપદેશથી મુંબઈના અને સુરતના રહીશ ભવ્યજીનું મન ધર્મકરણી કરવામાં ઘણુંજ તત્પર થઈ ગયું. 90. अथ पर्युषणे पर्व-ण्यागतेऽभव्यदर्लभे / श्राद्धानां धर्मबुद्धिस्तु जागरूकाभवद्भशम् // 91 // પછી અભવ્યજીને મળવું દુર્લભ એવું પાસગપર્વ આવ્યું, ત્યારે શ્રાવે કલેકની ધર્મકરણી કરવાની બુદ્ધિ ઘણી જાગૃત થઈ. 81. इतः सूर्यपुरासन्ने ग्रामे कान्तारनामनि / जिनचैत्यं च शाला च जीर्णाभूत्कालयोगतः // 92 // આણીતરફ સુરતથી એક ગાઉઉપર આવેલા કતાર ગામમાં ધર્મશાળા તથા જીનમંદિર જીર્ણ થઈ ગયાં હતાં. 92. P.P.AC.Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust