________________ મોહનચરિત્ર સર્ગે આઠમે, ( 182 ) रागिणः श्रावका-न्देशकालाद्यालोच्य संयताः। उररीकृत्य विज्ञप्तिं विजहुश्छात्रसंयुताः॥ 127 // .. " વિનતિ કરનારા શ્રાવકે ઘણા રાગી છે” એમ વિચારીને તેમજ દેશ, કાલ, દ્રવ્ય અને ભાવ એમનો પણ વિચાર કરીને મેહનમુનિજીએ મુંબઇના શ્રાવકેની વિનતિ કબૂલ કરી, અને પરિવાર સહિત વિહાર કર્યો. 127. श्रावकैः सेव्यमानास्ते मुम्बापरिसरं क्रमात् / आजग्मुरष्टभिः शिष्यै रागिणां मोदवर्धनाः // 128 // આ રાગી શ્રાવકો રસ્તામાં જેમની ઘટતી સેવા કરવા તૈયાર છે, એવા મોહનમુનિ આઠ શિષ્યોને સાથે લઇને અનુક્રમે વિહાર કરતા ભાયખાળા ઉપર આવ્યા. ત્યારે મુંબઈના રાગી શ્રાવકોને ઘણે હર્ષ થે. 628, श्रीमोहनमुनीन्द्राणां प्रवेशस्योत्सवो महान् / . सप्तम्यां भविता प्रातर्वार्तेयं पप्रथेऽग्रतः // 129 // ચૈત્ર સુદિ સાતમને દિવસે પ્રભાતકાળમાં પરિવાર સહિત મોહનમુનિજી મુંબઈ શહેરમાં પ્રવેશ કરશે, અને તે વખતે વરઘોડા વિગેરેને માટે ઉત્સવ થશે.” એ વાત કેટલાક દિવસ આગળથી જ શહેરમાં ફેલાઈ હતી. 129. परिष्कृता पुष्परथाः प्रभाते सपरिच्छदाः। सनाथा भूषितर्वालैः शतशस्तूर्णमासदन् // 130 // સાતમને દિવસે સવારમાંજ પૂર્વે કરેલા ઠરાવ માફક સેંકડો શણગારેલી સુંકર ગાડીઓ ભાયખાળા ઉપર આવી. તેમાં કેટલીક ચાર ધેડાની તથા બાકી બે લાડાની હતી. તેની જોડે સિપાઈપાદાનો પરિવાર હતો, અને અંદર જાતજાતનાં કપડાં તથા ઘરેણાં પહેરેલી બાળકીઓ તથા બાળકો બેઠાં હતા. 130. चतुर्विधानां वाद्यानां वादने कुशला गणाः। पञ्चाशत्प्रमिताः शीघ्र हूणानां समुपस्थिताः॥ 131 // - ચાર પ્રકારનાં વાછત્ર વગાડવામાં નિપુણ એવા અંગ્રેજી વાજાઓ વગાડનારા લોકોની આશરે પચાસ ટકડીઓ તેજ વખતે હાજર થઈ. 131. * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust