________________ તિ. ] મેહનચરિત્ર સર્ગ દસમો. ( 222 ) તે શ્રદ્ધાળુને સંસારનો ફેરે મટાડનારી, લક્ષ્મીને આપનારી અને મનુષ્યપણાના સારરૂપ દીક્ષા આપી. 16. दीक्षेयं माघशुक्लायां पञ्चम्यां विधिपूर्वकम् / सल्लग्नान्विते काले बभूव सुखशालिनी // 17 // સુખ આપનારી આ દીક્ષા માધ સુદી પાંચમને દિવસે સારા લગ્ન અને સારા નક્ષત્રથી યુક્ત સમયમાં આપવામાં આવી. 17. देवनदानवाऽचाल्य-सम्यक्त्वस्य महामुनेः। ' शिष्यो देवमुनेर्जातो नाम्ना लक्ष्मीमुनिमुनिः // 18 // તે લખમાજી દેવ, મનુષ્ય અને દૈત્યોથી ચલાયમાન ન કરી શકાય એવા સમ્યકત્વવાળા દેવમુનિજીને શિષ્ય થયા ને તેનું નામ લક્ષ્મી મુનિજી પાડ્યું 18. अल्पैहलौकिकास्वाद-बह्वपायकरी मुने / हित्वा लक्ष्मीमिमां रागद्वेषादिफलकारणम् // 19 // अनेन चरणेन त्वं स्वल्पैरेव भवैः शुभैः / मुक्तिलक्ष्मी प्राप्स्यसीति लक्ष्मीनानास्य सूचितम् // 20 // એમનું લક્ષ્મીમુનિજી નામ એમ જણાવતું હતું કે આ લેકના અપસુખેને આસ્વાદ કરાવી (સ્વાદ ચખાડી) ઘણું વિડ્યો આણનારી, રાગ અને દ્વેષરૂપી ફળ ઉત્પન્ન કરનારી લક્ષ્મીને ત્યાગ કરીને આ ચારિત્રથી થોડાક જ શુભ જોવડે. તું મુક્તિલક્ષ્મીને પામીશ. 19 20. श्रावकैः कारयामास धर्मानन्याननेकशः / यदा क्षीणकषायाणां भ्रमणे कारणं किमु // 21 // (ત્યાર પછી મહારાજશ્રી) બીજા પણ ઘણા પ્રકારનાં ધાર્મિક કાર્યો શ્રાવકની પાસે કરાવવા લાગ્યા. અથવા, જેમના કષાય નાશ પામેલા હોય છે એવા મુનિને કરવાનું બીજું શું કારણ હોય ? કંઈજ નહીં. ( તાત્પર્ય એ કે એવાં ધર્મકૃત્ય કરાવવાને માટે જ ફરે છે.) 21. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust