________________ મહેનચરિત્ર સર્ગ પાંચમ. ( 207 ) વંદના કરનારા લેકેને ધર્મલાભ મળે, એ મુનિરાજ ઉપર ઘણો રાગ હોવાથી જેમની આંખમાં આસું આવ્યાં, તે લેકોને બોધ થાય એવા ધર્મોપદેશને લાભ થ, " ફરીથી આપ વહેલા અહીં પધારશે, એવી આશા અમો રાખીએ છઇએ,” એવી વિનતિ કરનારા લોકોને વર્તમાન ગ” એવો જવાબ મળે, અને તપસ્યા વિગેરે કરવામાં તત્પર એવા લેકને જાતજાતનાં પચ્ચખાણ મળ્યાં, એવી રીતે તે મોહનમુનિજી પાસેથી શ્રાવક લેકીને જેની જેવી યોગ્યતા તે પ્રમાણે લાભ થ. 78-79. कचिदाहारपानीयं कचिदसतिमेव वा। कचित्तदुभयं चापि कुर्वाणास्ते यथाश्रुतम् // 8 // एकरात्रं दिरात्रं वा त्रिरात्रं वा ततोऽधिकम् / / ग्रामादिषु वसन्तश्च देशकालाद्यपेक्षया // 81 // विहृत्य धन्वसु चिरं समवापुः क्रमेण ते / पुरं यत्सादडीनाम्ना प्रथितं सांप्रतं भुवि // 82 // विशेषकम् / તે પછી મેહનમુનિજી કોઈ ગામમાં એકલું આહારપાણી જ તો કઈ ગામમાં એકલી વસતિજ અને કેઈિ ઠેકાણે આહારપાણી તથા વસતિ એ પ્રમાણે આગમાનુસાર વિહાર કરતા, તેમજ ગ્રામ, પુર, નગર ઈત્યાદિકને વિષે એક રાત, બે રાત, ત્રણ રાત અથવા તે કરતાં પણ વધારે દેશ, કાળ વિગેરેનો વિચાર કરીને નિવાસ કરતા મારવાડમાં ઘણા કાળ સુધી વિહાર કરીને અનુક્રમે, આજકાલ જે સાદડીનામથી ઓળખાય છે, તે નગરમાં આવ્યા. 80-81-82. संघस्तत्रत्योऽद्ययाव-त्पपौ तेषां यशःसुधाम् / अद्य भाग्योदयाल्लेभे दुर्लभं देशनामृतम् // 83 // ત્યાન સંઘ આજસુધી મેહનમુનિજીની કીર્તિરૂપ અમૃતને પીતો હતો, તેજ સંઘ આજ ભાગ્યને ઉદય થયાથી સહેજ નહીં મળી શકે એવું દેશનારૂપી અમૃત પીવા લાગે. 83. .. अथामोदमनिर्वाच्यं तत्रस्था भेजिरे जनाः। यत्तत्र वर्षावसतिं मुनीन्द्रास्ते प्रपेदिरे // 84 // * પછી વચનથી કહી શકાય નહીં એવો હર્ષ સાદડીના શ્રાવકોને થયો. કારણ કે, મોહનમુનિજીએ ત્યાં ચોમાસું કરવાનું કબૂલ કર્યું 84 - P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust