Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
મૌર્યકાલથી ગુપ્તકાલ
[મ..
બાજુમાં થોડા અંતર ઉપર આવેલ એક શૈલ પર અશકના આ શૈલલેખોની નકલ કરાવવામાં આવી, જેથી મૂળ શૈલલેખોને કંઈ નુકસાની લાગે તો પણ એ લેખો જળવાઈ રહે અશોકના આ લેખ પ્રાકૃત ભાષામાં લખેલા ને મૌર્યકાલીન બ્રાહ્મીલિપિમાં કોતરેલા છે.
અશોકના ધર્મલેખો ધરાવતા આ શૈલ પર આગળ જતાં બીજા બે લેખ કોતરાયા. એમાંને પહેલો લેખ શૈલની પશ્ચિમ બાજુ પર ક્ષત્રપકાલીન બ્રાહ્મીલિપિમાં કોતરેલું છે. આ લેખ જેમ્સ પ્રિન્સેપ, ભગવાનલાલ ઇંદ્રજી, ધૂહલર, કલહોર્ન વગેરે વિદ્વાનોએ સંપાદિત કર્યો છે. એ સંસ્કૃત ગદ્યમાં લખાય છે. ને ઉચ્ચ ગદ્યશૈલીમાં રચાયો છે. એમાં મુખ્ય હકીકત તો ગિરિનગરના સુદર્શન તળાવનો સેતુ રાજા મહાક્ષત્રપ રુદ્રદામાના સમયમાં (શક) વર્ષ ૭૨ (ઈ.સ૧૫)માં તૂટી ગયાની ને એ સેતુ જલદી સમરાયાની છે, પરંતુ એમાં એ ઉપરાંત રુદ્રદામાની તથા આનર્ત-સુરાષ્ટ્રના પાલન માટે એણે નીમેલા અમાત્ય સુવિશાખની જે પ્રશસ્તિ આપી છે તે ઐતિહાસિક તથા સાંસ્કૃતિક દષ્ટિએ ઘણી મહત્વની છે. વળી એમાં આ સુદર્શન તળાવ મૌર્ય રાજા ચંદ્રગુપ્તના રાષ્ટ્રિયે બંધ બાંધીને કરાવ્યાનો તથા અશોક મૌર્યના રાષ્ટ્રિયે એમાં નહેરો કરાવ્યાને જે વૃત્તાંત આપે છે તે એ જળાશયના જ નહિ, ગુજરાતના પ્રાચીન ઇતિહાસ પર પણ અવનવો પ્રકાશ પાડે છે. સુરાષ્ટ્ર પર મૌર્ય સમ્રાટોનું શાસન પ્રવર્યું હોવાને સીધે ઉલ્લેખ આ લેખ પૂરો પાડે છે, જેનું અશકનાં શૈલશાસનનું ગિરનાર શૈલ પરનું અભિલેખન પ્રત્યક્ષ પુરાવારૂપે સમર્થન કરે છે.
આ શૈલ પરને ત્રીજો લેખ એની વાયવ્ય બાજુ પર કોતરેલું છે. એ લેખ ગુપ્ત સમ્રાટ સ્કંદગુપ્તના સમયને છે. એમાં સુદર્શન સેતુ (બંધ) ગુ. સં. ૧૩૬ (ઈ. સ. ૪૫૫)માં તૂટી ગયા ને બીજે વર્ષ તાત્કાલિક સમરાયાને વૃત્તાંત આપેલો છે. આ બે લેખો પરથી ગિરિનગરના સુદર્શન તળાવ અને એના સેતુ વિશે ઘણું જાણવા મળે છે. ત્રીજા લેખમાં “સુદર્શન-તટાક-સંસ્કાર-ગ્રન્થ-રચના” સમાપ્ત થયા બાદ એક બીજો ખંડ ઉમેરવામાં આવ્યું છે, જેમાં ગિરિનગરના રક્ષક ચપાલિતે ત્યાં ચક્રભૂત વિષ્ણુનું ઉજંગ મંદિર બંધાવ્યાને વૃત્તાંત નેં છે. આ લેખના બંને ખંડ ગુપ્તકાલીન શૈલીના સંસ્કૃત પદ્યમાં રચાયા છે.
આમ આ એક શૈલ પર કોતરાયેલા અભિલેખો એકંદરે પોણું આઠસે વર્ષોના ઐતિહાસિક વૃત્તાંતોને આવરી લે છે.
ગુજરાતમાં સ્તંભલેખ મળ્યા નથી, પરંતુ યષ્ટિલેખ મળ્યા છે.