________________
ચાહે તે સાધુભગવંત હોય વા સાધર્મિક બંધુ હોય. જે પોતાની પાસે હોય તેમાંથી કંઈક દાન આપીને લાભ ત્યે તે જ “અતિથિ સંવિભાગ” વ્રત કહેવાય.
શાસ્ત્રમાં દાનના ભેદ ઘણા બતાવ્યા છે. ઉચિત દાન વગેરે ઘણા ભેદમાં અભયદાન - સુપાત્રદાન મુખ્ય કહૃાા છે. દાનના અવસરે દાન આપનાર આશંસાદિથી રહિત, ઘણા આનંદ ઉલ્લાસપૂર્વક રોમાંચિત થતો આહારાદિકને ભાવપૂર્વક સાધુના પાત્રે દાન આપે છે તે ભવ્યાત્મા આ ભવે પરભવે ઘણા પ્રકારની રિધ્ધિ-સિધ્ધિ મેળવે છે. શ્રાવકના ૩૫ ગુણો કહ્યા છે. પ્રથમ ગુણ છે. “ન્યાયોપાર્જિત દ્રવ્ય”. ન્યાયથી મેળવેલ દ્રવ્ય થકી અશન=આસન, વસન=વસ્ત્ર, વસતિનું દાન કરે છે તે પુણ્યાત્મા દેવલોકના સુખ ભોગવી પરંપરાએ સિધ્ધના સુખ મેળવે છે.
જે મહાપુરુષોના નામ ઈતિહાસના પાને લખાયા છે તે સૌ પરમાત્માએ બતાવેલા ધર્મને સાધી આત્મકલ્યાણ કરી ગયા છે. જેવા કે શાલિભદ્ર, ધન્યકુમાર, જંબુકુમાર આદિ ઘણા પુણ્યાત્માઓ રહેલા છે. જેનું ચરિત્ર આશ્ચર્ય પમાડે તેવા શ્રી ચંદ્રશેખર રાજાએ પણ આ વ્રતનો પૂર્વભવે સ્વીકાર કરી, પાલન કરી, અઢળક પુણ્ય ઉપાર્જન કર્યું. તે પુણ્ય ભોગવતાં, ધર્મ આરાધતાં આત્મકલ્યાણ સાધી ગયા.
પુણ્યશાળી ચંદ્રશેખર રાજાનું નામ સાંભળતા પર્ષદા પૂછવા લાગી, હે ભગવંત ! તે પુણ્યાત્મા કોણ? જે દાનાદિ ધર્મના સેવનથી સંસાર તરી ગયા?
ત્યારે પ્રભુ વીર પરમાત્મા બાર પર્ષદા આગળ ચંદ્રશેખરના જીવન ચરિત્રની કથા કહે છે.
-: ઢાળ પહેલી :
(રસિયાની દેશી, પ્રણમી પાર્શ્વજિનેશ્વર) સયલ દ્વીપ સાગર વલયાકૃતિ, પરિકર જાણું વિશાળ • સલૂણા જંબુદ્વીપ જગતી ચઉદ્ધારણું, સમવૃત સોવત થાળ - સલૂણા //all વીર વયન અમૃતરસ પીજીએ (એ આંકણી).. વીર વયન અમૃતસ પીજીએ, રીજીએ ગુણિને રે નામ - સલૂણાવે; "દ્વીપ જહાજ સ્થિર નાંગર નાંખીને, રહો ગુણીજન વિશ્રામ - સહવીર //રા જલધિ લવણ ચાલે એ રહે, “કંચનગિરિ થંભકૂપ - સ0; ચૂલા ઉમુખ ચૈત્યે ચિત્તહર, જુએ જગતના રૂપ - સ વીર all
(
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
શી પંક્ષેપર સારો થાય