________________
શાલિભદ્ર આકિ ઘણા, તરીયાં ઇણ સંસાર, વળી અરિજ ચરિત્રે હુવા, ચંદ્રશેખર નૃપ સારા તો પ્રેમે પૂછે પરષa, તે કોણ રાજકુમાર, જગતગુરુ તવ ઉપદિશે, સુંદર તસ અધિકાર. //
-: મંગલાચરણ :
ભાવાર્થ :
શ્રી ચંદ્રશેખર રાજાના રાસના કર્તા પંડિતવર્ય વીરવિજયજી મહારાજ ગ્રંથના આરંભમાં પ્રગટપ્રભાવી ત્રેવીસમા શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પરમાત્માને નમસ્કાર કરી, ભાવમંગલ કરે છે.
તે પ્રગટપ્રભાવી પરમાત્મા કેવા છે?
જેના નામ સ્મરણથી સંસારના સર્વ વિદનો નાશ પામે છે, પ્રિયજનનો મેળાપ થાય છે, રિધ્ધિ-સિધ્ધિ ઘેર આવે છે. વળી એજ પરમાત્માની ચરણકિંકરી મા પદ્માવતીદેવીનું પણ સ્મરણ કરે છે. આસનોપકારી ગુરુદેવને નમસ્કાર કરી, ગ્રંથની શરૂઆત કરે છે.
કવિરાજ શ્રાવકના બારવ્રતના ફળનો અધિકાર કહેવા માંગે છે. ઈષ્ટદેવનું સ્મરણ કરીને કહે છે કે શ્રુત રૂપી સાગરમાં જે વાતો કરી છે તે વાત ભવ્ય જીવોના ઉપકરને માટે કહીશ. આ જંબુદ્વીપના ભરતક્ષેત્રની મધ્યે કૌશાંબી નામે નગરી હતી. તે નગરીમાં પૃથ્વીતળને પાવન કરતાં ચરમ તીર્થપતિ ભગવાન મહાવીરસ્વામી વિહાર કરતાં, ભવ્ય જીવોને પ્રતિબોધ કરતાં પધાર્યા. દેવોએ રચેલા રત્નાદિ ગઢથી યુકત સમવસરણમાં પરમાત્મા બિરાજમાન છે. મેઘસમાં ગંભીર અવાજે પરમાત્મા દેશના આપે છે. સમવસરણમાં રહેલી બારપર્ષદા એકાગ્રચિત્તે શ્રવણ કરી રહી છે. પ્રભુ ચારમુખે દેશનાનો ધોધ વહાવી રહૃાા છે.
હે ભવ્યજીવો ! આ સંસાર સમુદ્રને તરવા માટે નાવ સમાન ધર્મ જ રહેલો છે. મોક્ષ મેળવવા માટે, સંસારને ટાળવા માટે બે પ્રકારે ધર્મ રહેલો છે. સર્વવિરતિ રૂપ સાધુધર્મ જે આગાર (ઘર) છોડી, અણગાર બની, ધર્મ આરાધી, આત્માનું કલ્યાણ કરે છે. જયારે દેશવિરતિ રૂપ શ્રાવકધર્મ શાશ્વત સુખનો માર્ગ છે. સુખના અર્થી બારવ્રત અંગીકાર કરી, શાશ્વત સુખને મેળવે છે.
જે બારવ્રતમાં ચરમવ્રત અતિથિ સંવિભાગ', સમયની જાણ કર્યા વિના આંગણે આવેલા અતિથિ,
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
શી રોડ શો શાહ)