________________
આગામત ૧ ભવનિર્વેદ –નારક-તિય ચ–મનુષ્ય અને દેવતા રૂપ જે ચાર ગતિ છે, તે સ્વરૂપ ભવમાં કોઈ દિવસ પણ રાચવાનું ન થાય, પરંતુ ઉદ્વેગ જ રહે છે.
૨ માર્ગનુસારિતા – સમસ્ત કર્મના ક્ષયથી પુદ્ગલની પરાધીનતા મટી જઈને આત્માના સ્વરૂપમાં આત્માના રહેવા રૂપ મોક્ષનું જે માર્ગ દ્વારા સમ્યક શ્રદ્ધા, સમ્યગ બેધ અને સમ્યક ક્રિયાથી અનુસરવાપણું થાય.
૩ ઈષ્ટ-ફળસિદ્ધિ –પિતાના આત્માને અને બીજાઓના આત્માને મોક્ષના માર્ગે જોડવા રૂપ ઈષ્ટફળની પરાકાષ્ઠા.
૪ લોકવિરૂદ્ધત્યાગઃ - સામાન્ય રીતે સર્વ લેકની અને વિશેષ કરીને ગુણવાન કે સરલ ધર્મિષ્ઠોની નિંદા વગેરે જે જે કાર્યો અધર્મ રૂપ છે તેમાં મન, વચન અને કાયાથી કોઈ પણ દિવસ પ્રવૃત્તિ ન કરવી તે.
૫ ગુરુજનપજઃ-માતા-પિતા અને વડિલેની ત્રિકાલ નમન ક્રિયા વિગેરે પૂજામાં નિયમિત અને અખલિતપણે પ્રવૃત્તિ - ૬ પરાર્થકરણ - જગતમાં સર્વ જી સ્વાર્થની સિદ્ધિમાંજ તત્પર હોય છે, પરંતુ પરાર્થની પ્રધાનતા રાખી સ્વાર્થના ભોગે પણ તેમાં પ્રવર્તાવાવાળા વિરલા જ જીવો હોય છે, તેથી સ્વાર્થના ભેગે પણ પરાર્થ કરવાની પ્રાર્થના કરે છે.
૭ શુભ-ગુરૂને વેગ - મોક્ષના માર્ગે પ્રવર્તવાની સાથે જેઓ જગતના જીને પણ ઉદ્ધારની દૃષ્ટિથી પ્રવર્તવાવાળા હોય છે, તેઓ શુભગુરૂ કહેવાય છે. અને તેવા શુભગુરૂને સમાગમ મેળવ, એ સર્વ કરતાં પણ દુર્લભ હે ઈ તેની પ્રાપ્તિ માટે શુભગુરૂગ નામની પ્રાર્થના હોય એ સ્વાભાવિક છે.