________________
આાગમાયા
. વળી શ્રીમાન હરિભકસૂરિજી મહારાજ સરખા મહાપુરુષોએ પિતાના ગ્રથની આદિમાં વિશેષ કરીને ભગવાન મહાવીર મહારાજને જ નમસ્કાર કરવારૂપી મંગલ કર્યું,
તે શું તેઓ બીજા તીર્થકર ભગવાનની અવજ્ઞા કરનારા હતા, એમ ગણવા કેઈ સજજન તૈયાર થાય ખરે? " આ બધી હકીકત વિચારતાં જો એક તીર્થકરની સ્તુતિ કરતાં અન્યની અવજ્ઞા થઈ એમ કહેવાય નહિં, તે પછી ભગવાન વડષભદેવજીની ઈન્દ્ર મહારાજે વંશ, સ્થાપના, અભિષેક, વિવાહ વિગેરે કરી વિશેષ ભક્તિ કરી અને એવી ભક્તિ બીજા તીર્થકરોની નથી કરી, એમ જણાવી ભગવાન રાષભદેવજીની અધિકતા કરવામાં આવે તેમાં બીજા તીર્થકરોની અવજ્ઞાનું સ્થાન છે નહીં, છે. આ હકીકત આ સ્થાને એટલા જ પૂરતી જણાવવામાં આવી છે કે અન્ય તીર્થકર ભગવાનની પાસે ઈન્દ્ર મહારાજની હાજરી સુખ્યતાએ કલ્યાણકેની વખતે જ થાય છે. જ્યારે ભગવાન રાષભદેવજી મહારાજની પાસે ઈન્દ્ર મહારાજની હાજરીને નિયમ ગૃહસ્થપણાની અવસ્થામાં પણ નિયમિત ન હતું, અને ગૃહસ્થ પણની અવસ્થામાં વારંવાર ઈન્દ્રોનું તથા દેવતાઓનું આવવું થએલું હોય અને તેઓને મદદ સતત રહેતી હોય એવા પ્રસંગમાં બાર મહિનાના અન્તરાય કર્મના ઉદયને પિતાનું જોર દેખાડવાને વખત ન મળે તે સ્વાભાવિક જ છે,
જૈન જનતામાં કર્મના વિષયને જાણનારે વર્ગ સારી પેઠે જાણી શકે છે કે “કમના ઉદયમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવ એ પાંચ વસ્તુઓ મુખ્ય ભાવ ભજવે છે.”
તેથી ભગવાન ઋષભદેવજીને ગૃહસ્થપણાની અવસ્થામાં સર્વ ઈષ્ટ વસ્તુને સંગ હોવાથી અન્તરાયને ઉદય ન આવે એ વાભાવિક છે. ઈન્દ્ર મહારાજની મદદ સિવાયના વખતમાં પણ