________________
છે
22
. ૫. આગદ્ધારક આચાર્યદેવશ્રીની
સિંહઘોષણા ચતુર્વિધ શ્રીસંઘના નાયક રૂપે
શ્રમણ સંઘનું કર્તવ્યા
- [ આગમના માર્મિક અભ્યાસી ધ્યાનસ્થ સ્વર્ગત પૂ. આગમદ્વારકશ્રીએ આજથી ચાર દસકા પહેલાં સાધુસંઘની કર્તવ્ય દિશા તરફ આંગળી ચીંધવારૂપે જે સિંહષણા જવલંત શબ્દમાં કરી હતી તે આજના તબકકે વધુ ઉપયોગી હેઈ શ્રી સિદ્ધચક (પ્રથમ વર્ષ અં ૨૦)માંથી ઉદ્ધત કરી અહીં પુનર્મુદ્રિત કરવામાં આવે છે.
a] રાજસત્તાનું પિતાનું બળ જે ચાલે છે, તે જેટલું તેની શક્તિને અવલંબીને હેય છે તેટલું જ તેના વિશાળ પ્રાપેગેન્ડાને પણ આભારી છે. એક સામાન્ય ગામડામાં રહેતા ગામડીયાને પણ એ શક્તિની પ્રચંડતાને ખ્યાલ હોય છે અને તે સામાન્ય ગામડી પણ એ રાજસત્તાના ધુરંધરો હજાર કે લાખે ગાઉ દૂર હોવા છતાં, તેમને નમે છે.
એ સઘળું થવામાં એક જ વસ્તુ કારણભૂત છે અને તે એ છે કે રાજસત્તાના ધુરંધરેનું પોતાની સત્તાને ગૌરવશીલ રાખવા માટેનું એકધારું કાર્ય રાજસત્તાની ગૌરવશીલતા પોષવાની પાછળ લેવાતે પરિશ્રમ આમ અનન્ય હોય છે. એ પરિશ્રમ કરતાં ધર્મસત્તાના ગૌરવને અખંડિત રાખવા માટે લેવાનારે પરિશ્રમ પણ ઓછો ન હૈ જોઈએ- એ છે ન હોઈ શકે.
રાજસત્તાને અને ધર્મ સત્તાને જ્યારે ન્યાયના અખંડ અને અભંગ ત્રાજવામાં નાખીને તેળીએ છીએ, ત્યારે હંમેશા ધર્મ