________________ તા- ડી- કા-કાકા- ઉં સાગરનાંnોતી ધર્મની આરાધનાથી મળતા ઐહિક સુખ કે લાભને ધર્મનું ફળ માની લેવું વ્યાજબી નથી, તે તો અનાજની ખેતીમાં મળતા ઘાસની જેમ આનુષંગિક છે. ખરી રીતે તો કર્મના સંસ્કારોની ઢીલાશ ધર્મની આરાધનાનું ફળ છે. અધમી કે પાપીની દયા ચિંતવવી અને ગુણવાન વ્યક્તિ તરફ હાર્દિક બહુમાન ધરાવવું એ જૈનશાસનની પ્રાથમિક ભૂમિકા છે. સેનું દુન્યવી સઘળા પ્રાણીઓને સ્પૃહણીય છે, પણ તપાવીને લાલ ચેળ કરેલી સેનાની લગડીને કોઇ હાથમાં લેવા તૈયાર ન થાય, તેમ હિતકારી ધર્મના વચનો પણ કડવી કે અશાસ્ત્રીય રીતે લાભદાયી ન થાય. સંસારની રીતે જીવન જીવવામાં શાણપણ સમજનારા ખરેખર ભીંત ભૂલે છે ! કેમકે સંસારની રીત અક્કસ પાયાવાળી અણસમજ ભરેલી છે. ધર્મના માર્ગે ચાલતાં આવી પડનારા કષ્ટો-વિદનેથી હાર્દિક મુંઝવણ જેને ન થાય તેના હૈયામાં આત્મતત્વનો પ્રકાશ છે એમ સમજી શકાય. દોષ દૃષ્ટિ જીવનને તુચ્છ બનાવે છે, ગુણગ્રાહી દૃષ્ટિ જીવનને ઉજજવલ બનાવે છે. વાસનાની પ્રબળતા અને કષાયોની પકડ ઢીલી થાય ત્યારે ધર્મ અંતરમાં પરિણમ્યો કહેવાય ! આ કાંડા આવરણ * દીપક પ્રિન્ટરી : અમદાવાદ 1 છે