________________
આગમજ્યોત
સત્તાનું ત્રાજવું નમી જાય છે. તેના ગૌરવ તરફ સહદય આપણા -નયને ખેંચાય છે અને એ ગૌરવને આપણું હૈયું ભાવભીની આંખે નમી પડે છે.
એક તરફ અમુક એક સંસ્થા કે મંડળને વાળ છે, બીજી તરફ સ્વાર્થ તદ્દન પ્રજાળી નાંખવામાં આવ્યું છે. એક તરફ પિતાનાં વચને મનાવવા પહેલી સૂચના, પછી આગ્રહ, પછી આજ્ઞા અને પછી દંડ
જાય છે, બીજી તરફ સનાતન સત્ય,તે કઈ સ્વીકારો કે ના સ્વીકારે તેની પરવા વિના માત્ર રજૂ કરવામાં જ આવે છે. એક તરફ ધારાના ગુણગાન ગવાય છે, બીજી તરફ માત્ર જીવદયાના વાતાવરણનું રાજ્ય વિવરે છે.
આ છે ધર્મસત્તાની ગૌરવશીલતા! આ છે તેની મહાનતા!! આ છે તેની ઉત્તમતા!!!
આવી ધર્મસત્તા એટલે ધર્મનું વાતાવરણ સંસારમાં પ્રવર્તા “વવાને માટે આપણે હિમાલયે તેડી નાંખીએ, સમુદ્ર સૂકવી નાખીએ કે બીજી કઈ અશક્ય ઘટના સિદ્ધ કરીએ, તે પણ ઓછી છે. હવે આપણે વિચારીએ કે એ ધર્મનું વાતાવરણ ભૂમિતળમાં ઉતારવા આપણા શા પ્રયત્ન છે? – શા પ્રયત્ન હોવા જોઈએ!
આ સંબંધમાં ચતુર્વિધ સંઘની એટલે – સાધુ – સાધ્વી – શ્રાવક અને શ્રાવિકા-એની ફરજ કાંઈ ઓછી નથી. તેમાં પણ ચતુર્ભોધ સંઘના નાયક તરીકે શ્રમણસંઘની વધુ છે.
જ્યારે ચાતુર્માસને આરંભ થાય છે ત્યારે સાધુ મહારાજે અને સાધ્વીજીઓની સ્થિરતા જ્યાં ત્યાં નિશ્ચિત થઈ જાય છે. આ સંજોગોમાં ધમનું વાતાવરણ સમત ભારતવર્ષમાં એવી રીતે જાગૃત થવું જરૂરી છે, એવી રીતે પ્રસારી દેવું ઘટે કે એકવાર ફરી જૈનદર્શનની નામનાથી અને તેના સત્ય સિદ્ધાંતની સુવાસથી જગતને પ્રાણીવર્ગ પ્રફુલ્લિત બની રહે. જેનદર્શનના વિશાળ કમળાકરમાં ઉગેલા