________________
પુસ્તક ૪-થું आवर्ता येऽतिकामन्ति, तदन्त्यावर्तस्य हेतुताम् ।
गच्छन्ति यदतिकान्ति-रपरापरकारणम् ।। ४६९ ॥ જે જે પુદ્ગલ-પરાવર્તે જાય છે, તે છેલ્લા પુદ્ગલ પરાવર્તન હેતુપણાને પામે છે, કારણ કે જે એલંઘન કર્યા તે બીજા-બીજાના. કારણરૂપ બને છે. (૪૬૯)
ग्रहण द्रव्यलिंगाना-मपि भावस्य कारणम् । सूरिभिहरिभद्वैस्तत्, पञ्चवस्तुनि वर्णितम् ॥ ४७० ॥
તેથી જ હરિભદ્રસૂરિ મહારાજે પંચવસ્તુમાં દ્રવ્યલિંગનું પણ ગ્રહણ ભાવલિંગનું–ભાવ સાધુપણાનું કારણ વર્ણવ્યું છે. ___ आलयादिसदाचार-युताना लिङ्गिनामपि ।
साधुत्वाभिमतौ दोषो, न तेनाऽभव्यबोधनम् ॥ ४७१ ॥
સી-પશુ આદિથી રહિત, વસતિ વગેરે સદાચાર કરીને સહિત એવા સાધુપણાના ચિહ્નવાળાનું સાધુપણું માનવામાં દેષ નથી, અર્થાત લિંગી હોય પણ આચારથી યુક્ત હોય તે સાધુ માનવામાં દેષ નથી, આથી જ અભવ્યથી બોધ પામવા પણું માન્યું છે.
दीक्षां केवळिगणभृता, पार्श्वे नाऽभव्य आप्नुते । इति श्रुतेरनन्तानाम-भव्यानां भवेत् सका ॥ ५७२ ॥
શાસમાં સંભળાય છે કે કેવલી અને ગણધર મહારાજના હસ્તે અભવ્ય દીક્ષા ન પામે, તે પછી તે દીક્ષા અનંતા આભની કેવી રીતે થઈ? निषिद्धा गणभृत्साधु-पावें दीक्षा श्रुते किल । अभव्यानां ततो द्रव्यलिगिनां सम्भवो ननु ॥ ४७३ ॥ ये सिद्धा ये च सेत्स्यन्ति प्रायः सर्वेऽपि ते पुरा । अनन्तशो द्रव्यलिङ्गानि दीक्षैषां तन्त्र विरोधिनी ॥ ४७४ ॥
જો કે આગમમાં સર્વજ્ઞ ભગવાનની પાસે અભવ્યની દીક્ષાને નિષેધ કરે છે. અર્થાત્ બીજા પાસે તે તેની દીક્ષા થાય છે, તેથી અમને પણ દ્રવ્ય-લિંગને સંભવ છે.
કારણ કે જે સિદ્ધ થયા, જે સિદ્ધ થાય છે અને જે સિદ્ધ થશે તે બધાને પણ પહેલાં દ્રવ્યલિંગવાળી દીક્ષા માની છે આથી અલની દીક્ષા વિરોધવાળી નથી.