________________
૭૬
આગમજ્યોત સામાન્ય રીતે જગની રીતિએ પણ પુત્રની સંખ્યાએ જ પિતાની અદ્ધિને ભાગ પડે છે. પણ પુત્રના પુત્રાદિની અપેક્ષાએ અદ્ધિને વિભાગ પડતું નથી. તે પછી રાજ્યને વિભાગ તે તેવી રીતે હોય જ શાને?
જો કે સામાન્ય રીતિએ તે રાજ્યને વિભાગ ન હોય! કેમકે રાજ્યની રીતિ પ્રમાણે યુવરાજ તરીકે મોટા કુંવરને રાજગાદીને
અધિકાર હોય છે. અને મોટા કુંવર સિવાયના બાકીના કુમારોને નિર્વાહ પૂરતી જાગીરી અપાય છે. પણ આ વિભાગ રાજ્યના કટકા નહિ થવાની દષ્ટિએ નિયમિત કરવામાં આવેલે જણાય છે, કારણકે એમ જે ન માનીએ તે ચક્રવત્તીના યુવરાજ સિવાયના પુત્રનું ભાગ્ય માંડલિક રાજા જે માત્ર દેશને જ માલિક હોય છે તેના કુમાર કરતાં ઓછું જ ગણાય,
છે એટલે એમ કહેવું જોઈએ કે ચક્રવર્તીને ઘેર જમ્યા તે
કરતાં તે બીજા કુમારના છ બીજા બીજા માંડલિક રાજાને ઘેર કમાર તરીકે જન્મ્યા હતા તે સારું ગણુત,
એટલે ચક્રવત્તી ખરી રીતે એક જ કુમારને પિતા હોય તે ચોગ્ય ગણાય.
પણ આવી સ્થિતિ દ્ધિ-પ્રધાનતાવાળી રાજ્યની સ્થિતિ રહેવી જોઈએ તે અપેક્ષાએ કરવામાં આવી છે એમ કહેવું ખોટું નથી, પરંતુ રક્ષા અને પાલનના પ્રધાનપણાની દષ્ટિએ એક યુવરાજને રાજ્ય સેંપી દેવાની યુક્તિ તે ઘણી સારી રીત ગણાય નહિ. રક્ષા અને પિષણની નીતિની અપેક્ષાએ તે ઉત્તરાધિકારી તરીકે હક્કઅધિકારને નિયમ રહે તે સંગત ન ગણાય !
પરંતુ જે રીતે રક્ષા અને પાલન થઈ શકે તે નિયમ રહે,