________________
આગામીત પછી મૂર્તિ આપેલ છે. આધારનું રક્ષણ કર્યા સિવાય આધેય તરફ જનાર ભૂલ કરે છે. કુંડાના રક્ષણ તરફ ધ્યાન ન દે, ઘીના રક્ષણ તરફ ધ્યાન દે તે ? હાથમાં આવે તેવું ઘી રક્ષણાય છે, પણ તેને આધાર અત્યંત રક્ષણ કરવા લાયક છે.
મતિ આરાધવા લાયક, પણ મૂર્તિને આધાર અત્ય. તેથી ચિત્ય ક્ષેત્ર પહેલે નંબરે આરાધ્ય થાય. બાકીના ચાર ક્ષેત્રમાં પાછા અનુક્રમ જ્ઞાનને આધારે જ સાધુ. - સાધુ જિનેશ્વરના એક પણ વચનથી વિરુદ્ધ હોય તે તેને જૈન શાસનમાં ઊભા રહેવાનું સ્થાન નથી. સાધુઓને આધાર, સાધુતાને લાવનાર, ટકાવનાર, વધારનાર હોય તે તે કેવળ જિનવચન છે. જ્ઞાનનું દ્રવ્ય, સાધુઓને ન ખપે.
તીર્થકરનું દ્રવ્ય જ્ઞાનને ન ખપે. - સાધુઓ અને જ્ઞાન વચ્ચે કર્યો સંબંધ? આરાધ-આરાધકભાવ છે. સાધુઓ આરાધક છે. આરાધક ભાવ પિતે જેમાં રાખે છે, જેને પિતે આરાધ્ય ગણે છે તે તે ભક્તિને નુકશાન કરનારી કઈ ચીજ આરાધક તે કરી શકે જ નહિ, આરાધ્યના સાધને લેવાની સત્તા આરાધનાને નથી. જ્ઞાન-મૂર્તિ-ચૈત્ય આરાધ્ય છે.
દેવદ્રવ્ય એટલે શું? દેવતાએ મેળવેલું દ્રવ્ય નથી. વ્યાખ્યા શી છે? દેવદ્રવ્ય તેને જ કહેવું કે જે દેવની ભકિત, આરાધના માટેનું દ્રવ્ય. જે તીર્થકરના દ્રવ્યને નામે રાજપાટ ઓહીયાં કરવા માંગતા હોય તેઓ દેવદ્રવ્યને અર્થ સમજ્યા નથી.
ચિત્ય-મૂર્તિની ભક્તિને માટે એકઠું કરાતું દ્રવ્ય કે આવક તે દેવદ્રવ્ય. જે દેવદ્રવ્યની આવકને ભાંગે છે, કે દેવદ્રવ્ય આપતું નથી તે સંસારમાં રખડનારો છે. દેવદ્રવ્ય પૂજારીને કેમ અપાય ?
અહીં સવાલ થાય છે કે દેવદ્રવ્ય સાધુઓ ન ખાઈ શકે, શ્રાવક, શ્રાવિકા ન ખાઈ શકે તે ગઠી-માળીને કેમ દેવાય છે?