________________
૧૧
“પુસ્તક ૩
કેઈપણ ગ્રંથકાર, કોઈપણ ગ્રંથના અંતમાં આ શ્રી ક૯૫સૂત્રની પેઠે અન્ય અન્ય શાખાઓ અને અન્ય અન્ય કુળના વર્ણને આપતા નથી અને સંક્ષિપ્ત અને વિસ્તાર રૂપે કલપસૂત્રમાં આવેલું સ્થવિરાવલીનું વર્ણન પિતાની પાટ પરંપરા માટે નહિ, પણ માત્ર વિશેની પરંપરાના વર્ણન માટે જ છે એમ સુજ્ઞ પુરુષે તો સમજ્યા સિવાય રહેશે નહિ.
વળી વીરમહારાજની દશમી સદીમાં ગ્રંથકારો પિતાનાં સ્પષ્ટ નામ લખવા પણ તૈયાર ન હતા તે પછી તે અરસામાં ગ્રંથકાર તરીકે પિતાની આટલી બધી શાખાઓ અને કુળની અને સંક્ષિપ્ત વિસ્ત પરંપરા દર્શાવવા તૈયાર થાય એ કલ્પના જ વિવેકી પુરુષના હૃદયમાં સ્થાન કરી શકે નહિ.
ઉપર જણાવ્યા પ્રમાણે છે કે પર્યુષણ પર્વમાં સર્વકાળ સર્વ સાધુઓ શ્રી પર્યુષણુકલ્પનું કથન અને શ્રવણ દરેક સ્થાને પર્યુષણાની વખતે કરે છે, પણ તે શ્રી પર્યુષણુકનું કથન અને શ્રવણ જેમ વર્તમાનકાળમાં શ્રાવણ માસના કૃષ્ણપક્ષના અંત ભાગથી શરૂ થાય છે તેમ સર્વકાળે તે શ્રાવણમાસના કૃષ્ણપક્ષથી શરૂ થતું હતું એમ નિયમ નથી, કારણ કે જ્યારે આષાઢ સુદિ પુનમે ચાતુર્માસની સ્થિરતા નિયમિત થતી ત્યારે તેની પહેલાંના પાંચ દિવસમાં પર્યુષણાકલ્પનું કથન અને શ્રવણ થતું હતું.
પછી પાંચ પાંચ દિવસની વૃદ્ધિએ જેને જેને જ્યાં જ્યાં જેમ જેમ સ્થિરતાનું નિયમિતપણું થતું તેમ તેમ તે તે સાધુઓ તે તે સ્થાને સ્થિરતાની પહેલાંના પાંચ દિવસમાં કલ્પનું કથન અને શ્રવણ કરતા હતા. અને તે રીતે કલ્પના કથન અને શ્રવણને વખત શ્રાવણમાસના કૃષ્ણ પક્ષના અંતભાગમાં નિયમિત ન રહેતાં માત્ર સ્થિરતા કરવાની યોગ્યતા ઉપરજ તેના કથન અને શ્રવણને નિયમ હતું, પણ તે પાંચ પાંચ દિનની વૃદ્ધિને નિયમ શ્રીશ્રમણ સંઘે જ્યારથી બંધ કર્યો અને ચાતુર્માસને માટે અવસ્થાનને નિયમ