________________
આગમત
સંસ્કાર નહિ પામેલું કુટુંબ, તેની અંદર ઉપવાસ કેટલી ભારે ચીજ? તેવા વખતમાં સાત દિવસ સુધી ભૂખ્યા રહેવાનું થાય છે એક જ ગુરુનું વચન કેવું અહીં ચોટી ગયું છે? ખટાઈ લગાડી હોય ત્યાં ભૂલેચૂકે લાગેલે ડાઘ સાબુએ છેવાથી પણ જાય નહિ તેમ એકવીસ ગુણથી સંસ્કારિત આત્માને શાસ્ત્રની એક વાત લાગી જાય તે હજારો ઉપાયે ખસે નહિ
છેવટે માબાપ ઘરમાંથી નીકળી જવાનું કહે છે.
આજકાલની પેઠે સંતતિને નિર્બળ કરનારા, માલદારની આંખમાં મરચાં નાખનારા કાયદા તે વખતે ન હતા. આજે બાપ મિલકતને માલિક ગણાય, પણ વડીલે પાર્જિત મિલ્કતની વ્યવસ્થા કરવાને હક બાપને નથી. છોકરાને કેડી નથી આપવી એમ કહે તે આજ ન ચાલે. છેક કામ પડે તે મર્યાદા છોડીને બેલી શકે કે ખાસડાં મારીને લઈશ. કેર્ટથી આપવું જ પડે. કુટુંબની દ્રસ્ટી જેવી સ્થિતિ છે. ખાસડાં ખાઈ તેની મિલ્કતનું રક્ષણ કરવાનું છે. એ છેકરાને બરોબર સરખા ભાગે આપવું જ પડે. પરિણામ એ કે બાપથી જુદે રહે. બાપ મર્યા પછી બમણા આપીશ, એમ લખી આપે. તે દહાડે એ જ મિલ્કત ફનાફાતિયા કરે. આવી નિર્માલ્યા દશા તે વખતે નહતી. તે વખત પહેલાંના કાળમાં ન હતા!
બાપે ઘરમાંથી નિકળી જવાને હુકમ કર્યો. શા ઉપર મિલકતને હક છેડી દેવાનું થાય છે? એક વચન ઉપર. ગુરુ મહારાજ પાસે રાત્રિભેજન ન કરવું તે વચનની ખાતર મા કલેશ કરે છે, બહેન રૂવે છે, બાપ કાઢી મૂકે છે. કુટુંબ, માલ-મિલકતને છેલ્લી સલામ કરી નિકળી જવું પડે છે. એક વચનને રંગ ભૂલાતું નથી. એક જ વચન ખાતર મા-બહેન કલ્પાંત કરે તેની દરકાર નહિ, બાપ કાઢી મેલે તેની દરકાર નથી. તમામને લાત મારી એકીસાથે નિકળી જવું તે એક ધર્મની ખાતર.
જે આત્માના ગુણે આત્માએ પ્રગટાવ્યા, તે સંસ્કારપૂર્વક પ્રગટાવ્યા હોય, તે ખટાઈવાળા લુગડામાં પડેલા ડાઘ સાબુએ પણ ન જાય, તેમ