________________
આગમત કરની આજ્ઞામાં છે, પણ આજ્ઞાને ઓળંગનાર નથી એમ સ્પષ્ટ જણાવે છે. ભગવાન જિનેશ્વર મહારાજનું તાત્પર્ય નદીના જલના છોની વિરાધના ઉપર નથી, પરંતુ તેવી રીતે નદી ઉતરીને પણ સાધુએ અપ્રતિબદ્ધ વિહારી રહેવું જોઈએ, એમ જણાવી સાધુએના અપ્રતિબદ્ધ વિહારીપણામાં તાત્પર્ય રાખેલું છે.
આ ઉપરથી જેઓ એકાત દ્રવ્યહિંસાના પરિહારમાં ધર્મ અને જિનેશ્વર મહારાજની આજ્ઞા સમજતા હોય તેઓએ દ્રવ્યહિંસાના પરિહારનું બાધ્ય પણું અને ચારિત્રઆદિકનું રક્ષણીયપણું આંખ મીંચીને વિચારવું જોઈએ.
ઉપર જણાવ્યા પ્રમાણે સાધુઓને પિતાના ચારિત્રના રક્ષણને માટે છે કે વિહાર કરવાને છે, છતાં તેવી રીતે વિચારવાથી જુદા જુદા સ્થાનના પર્યટનમાં શ્રીજિનેશ્વર મહારાજની જન્મ, ક્ષિા, કેવળ અને નિર્વાણની ભૂમિએ રૂપી પવિત્ર તીર્થોના દર્શનને લાભ મળે અને તેથી સમ્યક્ત્વની અત્યંત નિર્મળતા થાય એ હકીકત શાસ્ત્રોક્ત હવા સાથે વિહાર કરનારાઓને અનુભવસિદ્ધ છે. . વળી સુવિહિત સાધુસમુદાયના આવવા-જવાથી તીર્થસ્થાનને મહિમા વધે અને તેથી અનેક ભવ્ય આત્માઓ ઉ૯લાસવાળા થઈ તીર્થભક્તિમાં તન, મન અને ધનથી પ્રવૃત્ત થાય એ સ્વાભાવિક છે. માનો ચેન ઇતઃ a verઃ એ ન્યાય ખરેખર આવી રીતે સાધુ મહાત્માઓના પર્શ આદિના પ્રભાવથી તીર્થના પ્રકૃષ્ટ મહિનામાં લાગુ પડે છે.
વર્તમાનકાળમાં પણ છે જે તીર્થસ્થાનમાં પવિત્રતમ સુવિહિત મહાત્માઓનું જવું વિગેરે થાય છે, ત્યાં ત્યાં તીર્થને મહિમા અત્યંત વધે છે અને જે તીર્થો ઘણા મોટા છતાં પણ સુવિહિત સાધુ મહાત્માઓના આવાગમનથી શૂન્ય હેય તેને મહિમા તે વધતું નથી એ પ્રત્યક્ષ દેખાય છે.
આ કારણથી ગુજરાત દેશની અંદર રહેલા સામાન્ય તીર્થની
મન અને ધન
આખર આવી
ગયા