________________
પુસ્તક ૩
૭૩ પણ જાહેજલાલીને અન્ય દેશના મહાતીર્થો પણ પહોંચી શક્યાં નથી, એ વાત સ્પષ્ટ દીવા જેવી છે.
આ ઉપરથી સ્પષ્ટ થશે કે સાધુ મહાત્માઓના વિહારનું ફળ તીર્થોની ઉન્નતિ પણ છે. જેવી રીતે ચિત્ય અને તીર્થોની જાહેજલાલીથી સાધુ મહાત્મા અને ઈતર જૈનેને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ, શુદ્ધિ અને વૃદ્ધિ વિગેરે પુરુષના વિહારથી થાય છે, તેવી રીતે સપુરુષોને પણ દેશ-દેશાંતરમાં ભ્રમણ કરતાં કઈતેવા દર્શન-પ્રભાવક સમ્મતિતર્ક આદિ શાસ્ત્રોને ધારણ કરનારા મહાપુરુષને વેગ મળે અને તેમની પાસેથી તે તે દર્શન–પ્રભાવક શાસ્ત્ર ગ્રહણ કરવા દ્વારા તેમજ દર્શન-વિઘાતક શંકાઓના સમાધાન મેળવવા દ્વારા સમ્યગ્દર્શનની પ્રભાવના અને નિર્મળતા થાય તે પણ વિહારને ગુણ છે.
દર્શનપ્રભાવક શાસ્ત્રોની માફક બીજાં પણ નવા-નવા શાસ્ત્રો જાણનારા, અપૂર્વ સૂત્રાર્થને ધારણ કરનારા તેમજ વાચનાદિક સ્વાધ્યાયમાં અત્યંત નિપુણ એવા મહાપુરુષોના ગે વિહાર કરનાર સાધુમહાત્માને અપૂર્વ જ્ઞાનને લાભ થાય તે કાંઈ ઓછો લાભ નથી. જેવી રીતે પૂર્વે દર્શન અને જ્ઞાનને લાભ વિહાર દ્વારા જણાવ્યું તેવીજ રીતે શ્રાવકાદિકના કુટુંબનું મમત્વ, ગ્રામ, ઉપાશ્રય વિગેરે ક્ષેત્રની પ્રતિબદ્ધતા તેમજ ભક્ત અને સ્વજન સંબંધી કુટુંબ ઉપર મમત્વભાવ એ સવ ચારિત્રના પ્રાણને સર્વથા નાશ કરનાર છે. તેનાથી બચવા માટે ચારિત્રની રક્ષાના અર્થી સાધુઓને વિહારની આવશ્યકતા હોય તે સ્વાભાવિક છે
ઉપર જણાવ્યા પ્રમાણે સુવિહિત સાધુ મહાત્માઓના સમ્યમ્ દર્શન, જ્ઞાન, ચારિત્રના ઉદયમાં હેતુભૂત જેમ તેમને વિહાર છે, તેમ શ્રાવક-શ્રાવિકાના ઉદયને માટે પણ મહાપુરુષોના વિહારની આવશ્યકતા ઓછી નથી.
વાચક સ્પષ્ટપણે સમજી શકે છે કે જે જે કાલે જે તે ક્ષેત્રમાં